શોધખોળ કરો
Advertisement
પ્રદૂષણઃ EPCAના આદેશ બાદ દિલ્હી-NCRમાં 15 નવેમ્બર સુધી બંધ રહેશે તમામ સ્કૂલ
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ટ્વિટ કરી દિલ્હીની તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલને 15 નવેમ્બર સુધી બંધ કરવાના નિર્દેશ આપ્યા છે.
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં ખતરનાક પ્રદૂષણને જોતા તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ 15 નવેમ્બર સુધી બંધ રહેશે. નોંધનીય છે કે પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ ઓથોરિટીએ તમામ દિલ્હી-એનસીઆરમાં જીવલેણ પ્રદૂષણને જોતા સ્કૂલ બંધ કરવાના નિર્દેશ આપ્યા હતા. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ટ્વિટ કરી દિલ્હીની તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલને 15 નવેમ્બર સુધી બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. ગૌતમબુદ્ધ નગરના ડીએમએ જિલ્લામાં ધોરણ 12મા સુધીની તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ કરવાનો આદેશ આપ્યો હતો. તે સિવાય ગુરુગ્રામ અને ફરીદાબાદમાં સ્કૂલ 14-15 બંધ રહેશે.
રાજધાની દિલ્હીમાં હવા પ્રદૂષણ હજુ પણ ખતરનાક સ્તર પર છે. જેને જોતા EPCAએ બુધવારે દિલ્હી એનસીઆરની સ્કૂલ આગામી બે દિવસો એટલે કે 15 નવેમ્બર સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઇપીસીએ દિલ્હી એનસીઆરમાં 15 નવેમ્બર સુધી હોટ મિક્સ પ્લાન્ટ અને સ્ટોન ક્રશરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નોંધનીય છે કે આ અગાઉ સુપ્રીમ કોર્ટે 4 નવેમ્બર સુધી નિર્માણ કાર્ય અને તોડફોડ પર પ્રતિબંધ લગાવ્યો હતો.Environment Pollution (Prevention and Control) Authority has issued recommendations for Delhi NCR, Schools should remain closed for next 2 days and industries using coal and other such fuels, hot mix plants etc should remain closed till 15th. #AirQuality pic.twitter.com/vs7RBwhEYO
— ANI (@ANI) November 13, 2019
उत्तर भारत में पराली प्रदूषण के कारण बिगड़ते हालात को देखते हुए दिल्ली सरकार ने दिल्ली के सभी सरकारी और प्राइवेट स्कूल कल और परसों (Thu&Fri) के लिए बंद करने का निर्णय लिया है.
— Manish Sisodia (@msisodia) November 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement