Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Sajjan Kumar News: દિલ્હી પોલીસ અને પીડિતોએ આ કેસને દુર્લભમાંથી દુર્લભ કેટેગરીનો ગણાવ્યો અને સજ્જન કુમાર સામે મૃત્યુદંડની માંગ કરી

Sajjan Kumar News: 1984 ના શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને રાઉઝ એવન્યૂ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સજ્જન કુમાર પહેલાથી જ દિલ્હી કેન્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
આજે કોર્ટે તેમને 1 નવેમ્બર 1984 ના રોજ દિલ્હીના સરસ્વતી વિહાર વિસ્તારમાં બે શીખ જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની ક્રૂર હત્યાના કેસમાં સજા ફટકારી છે.
દિલ્હી પોલીસ અને પીડિતોએ આ કેસને દુર્લભમાંથી દુર્લભ કેટેગરીનો ગણાવ્યો અને સજ્જન કુમાર સામે મૃત્યુદંડની માંગ કરી. જોકે, કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે.
1984 anti-Sikh riots case | Delhi's Rouse Avenue court awards life sentence to Sajjan Kumar in the 1984 anti-Sikh riots case
— ANI (@ANI) February 25, 2025
He was convicted in a case related to the killing of a father-son duo in the Saraswati Vihar area on November 1, 1984.
Former Congress MP Sajjan Kumar… pic.twitter.com/ixktHeU9LJ
સજ્જન કુમારે શું અપીલ કરી -
ચૂકાદા પહેલા સજ્જન કુમારે સજામાં ઉદારતા લાવવાની અપીલ કરી હતી. તેમણે પોતાની દલીલોમાં કહ્યું કે આ કેસમાં મને મૃત્યુદંડ આપવાનો કોઈ આધાર નથી.
સજ્જન કુમારે કહ્યું, "હું 80 વર્ષનો છું. વધતી ઉંમરને કારણે હું ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યો છું. હું 2018 થી જેલમાં છું. ત્યારથી મને કોઈ ફર્લો/પેરોલ મળ્યો નથી.
તેમણે કહ્યું, "1984ના રમખાણો પછી હું કોઈ ગુનાહિત કેસમાં સંડોવાયેલો નથી. જેલમાં/ટ્રાયલ દરમિયાન મારું વર્તન હંમેશા સારું રહ્યું/મારી વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી ન હતી. તેથી, મારા સુધારાની શક્યતા નકારી શકાય નહીં.
સજ્જન કુમારે કહ્યું કે તેઓ ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે. હું સમાજ કલ્યાણ માટેના ઘણા પ્રોજેક્ટ્સનો ભાગ રહ્યો છું. હું હજુ પણ મારી જાતને નિર્દોષ માનું છું. આ કિસ્સામાં કોર્ટે માનવીય પાસાને ધ્યાનમાં રાખીને તેને ઓછામાં ઓછી સજા આપવી જોઈએ.
આ પણ વાંચો
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
