Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly Session: મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો છે

Delhi Assembly Session: મંગળવારે દિલ્હી વિધાનસભામાં દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દિલ્હીની દારૂ નીતિમાં ફેરફારને કારણે બે હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
દારૂ કૌભાંડ અંગે CAG રિપોર્ટમાં શું છે ?
- આમ આદમી પાર્ટી સરકારની નવી દારૂ નીતિને કારણે લગભગ 2,002 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
- રિટેન્ડર પ્રક્રિયાને કારણે 890 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
- ઝૉનલ લાઇસન્સ આપવામાં છૂટછાટને કારણે લગભગ 940 કરોડ રૂપિયાનું નુકસાન થયું.
- કેટલાક દારૂના રિટેલરો પોલિસી સમાપ્ત થાય ત્યાં સુધી લાઇસન્સ રાખતા રહ્યા.
- રિટેન્ડર પ્રક્રિયાને કારણે ૮૯૦ કરોડ રૂપિયાનું નુકસાન.
- કૉવિડ-19પ્રતિબંધોને કારણે, દારૂના વેપારીઓને ૨૮ ડિસેમ્બર ૨૦૨૧ થી ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ સુધી લાઇસન્સ ફીમાં ૧૪૪ કરોડ રૂપિયાની છૂટ આપવામાં આવી હતી.
- સિક્યોરિટી ડિપૉઝિટ યોગ્ય રીતે ન લેવાને કારણે 27 કરોડ રૂપિયાનું નુકસાન. જાહેરાત
- કેટલાક રિટેલરોએ દારૂ નીતિ સમાપ્ત થાય ત્યાં સુધી લાઇસન્સનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો પરંતુ કેટલાકે તેમને સમય પહેલા જ પરત કરી દીધા હતા.
લાયસન્સ ઉલ્લંઘનથી પણ થયો સરકારને ખર્ચ
- દિલ્હી એક્સાઇઝ રૂલ્સ, 2010 ના નિયમ 35 નો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો ન હતો.
- ઉત્પાદન અને છૂટક વેપારમાં રસ ધરાવતા ઉદ્યોગપતિઓને જથ્થાબંધ લાઇસન્સ આપવામાં આવ્યું. આનાથી સમગ્ર દારૂ સપ્લાય ચેઇનમાં ચોક્કસ પ્રકારના લોકોને ફાયદો થયો. આના કારણે, હોલસેલ માર્જિન 5 ટકાથી વધીને 12 ટકા થયું.
- દારૂ ઝૉન ચલાવવા માટે 100 કરોડ રૂપિયાની જરૂર હતી. પરંતુ સરકારે કોઈ તપાસ કરી નહીં.
- આમ આદમી પાર્ટીની સરકારે તેની નિષ્ણાત સમિતિની સલાહને અવગણી અને નીતિમાં મનસ્વી ફેરફારો કર્યા.
- રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલા એક વ્યક્તિને ફક્ત 2 દુકાનો રાખવાની મંજૂરી હતી, પરંતુ નવી નીતિમાં આ મર્યાદા વધારીને 54 કરવામાં આવી છે.
- પહેલા સરકાર પાસે ૩૭૭ દુકાનો હતી પરંતુ નવી દારૂ નીતિમાં ૮૪૯ દારૂના વિક્રેતાઓ બનાવવામાં આવ્યા હતા જેમાંથી ફક્ત ૨૨ ખાનગી સંસ્થાઓને જ લાઇસન્સ મળ્યા હતા. આનાથી એકાધિકારને પ્રોત્સાહન મળ્યું.
- ઉત્પાદકોને ફક્ત એક જ જથ્થાબંધ વેપારી સાથે જોડાણ કરવાની જરૂર હતી પરંતુ 367 રજિસ્ટર્ડ IMFL બ્રાન્ડ્સમાંથી, ફક્ત 25 બ્રાન્ડ્સ કુલ દારૂના વેચાણના 70 ટકાને આવરી લેતી હતી.
- CAGના અહેવાલ મુજબ, ફેબ્રુઆરી 2010 માં, દિલ્હી કેબિનેટે નિર્ણય લીધો હતો કે દારૂની દાણચોરી અટકાવવા માટે, દિલ્હીમાં વેચાતી દરેક દારૂની બોટલ બારકોડવાળી હશે. પરંતુ એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે એક્સાઇઝ સપ્લાય ચેઇન ઇન્ફર્મેશન સિસ્ટમ પ્રોજેક્ટ હેઠળ એક અમલીકરણ એજન્સી (IA) આ કામ કરશે.
CAGના અહેવાલમાં જણાવાયું છે કે કરાર મુજબ, TCS ને દરેક બોટલ માટે 15 પૈસા મળવાના હતા. પરંતુ નિયમો અનુસાર, દારૂની દુકાનમાં વેચાતી દરેક બોટલનો બારકોડ સ્કેન કરવો પડતો હતો. જોકે, માર્ચ 2021 સુધીમાં, કુલ 482.62 કરોડ બારકોડ વેચાયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું પરંતુ ફક્ત 346.09 કરોડ બારકોડ સ્કેન કરવામાં આવ્યા હતા. એટલે કે બાકીના ૧૩૬.૫૩ કરોડ રૂપિયા સ્કેનિંગ વિના વેચાયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી સરકારની નવી દારૂ નીતિમાં પારદર્શિતાનો સંપૂર્ણ અભાવ હતો. આનાથી દારૂ માફિયાઓને ફાયદો થયો. તેણે બજારમાં એકાધિકાર સ્થાપિત કર્યો. આનાથી સરકારને હજારો કરોડનું નુકસાન થયું અને સામાન્ય લોકો માટે દારૂના ભાવમાં હેરાફેરી કરવામાં આવી. તમને જણાવી દઈએ કે 17 નવેમ્બર, 2021 ના રોજ, દિલ્હી સરકારે નવી દારૂ નીતિ 2021-22 લાગુ કરી. આ અંતર્ગત દિલ્હીની તમામ દારૂની દુકાનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું.
આ પણ વાંચો
દિલ્હીમાં કેજરીવાલની મુશ્કેલીઓ વધવાની છે, આ એક રિપોર્ટ આવતા જ AAP સરકારના ભ્રષ્ટાચારનો.....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
