શોધખોળ કરો
Advertisement
કેન્દ્રની છુટછાટો બાદ દિલ્હી-નોઇડા બોર્ડર સીલ, વાહનોની લાગી લાંબી લાઇનો
નોઇડાના જિલ્લાધિકારી સુહાસ એલ વાયે ટ્વીટર પર અનલૉક વનને લઇને જિલ્લા તંત્રના ફેંસલાની જાણકારી આપી. ડીએમે જણાવ્યુ કે નોઇડા અને દિલ્હીની સીમા પહેલીની જેમ સીલ રહેશે
નવી દિલ્હીઃ આજથી લૉકડાઉનમાં છુટછાટોનો વ્યાપ વધારી દેવામાં આવ્યો છે, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકારની અનલૉક વન એડવાઇઝરી લાગુ થઇ ગઇ છે. પણ ઉત્તરપ્રદેશના ડીએમના એક નિર્દેશે દિલ્હી અને નોઇડામાં નોકરી કરનારાઓ માટે મુસીબત ઉભી કરી દીધી છે. દિલ્હી-નોઇડા બોર્ડર પર સવારથી જ વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ છે.
નોઇડાના જિલ્લાધિકારી સુહાસ એલ વાયે ટ્વીટર પર અનલૉક વનને લઇને જિલ્લા તંત્રના ફેંસલાની જાણકારી આપી. ડીએમે જણાવ્યુ કે નોઇડા અને દિલ્હીની સીમા પહેલીની જેમ સીલ રહેશે.
આ ફેંસલા પાછળ તર્ક આપવામાં આવ્યો છે કે છેલ્લા 20 દિવસા કોરોનાના જેટલા પણ કેસો નોઇડામાં નોંધાયા. તેમાથી 42 ટકાનો સ્ત્રોત દિલ્હી નીકળ્યુ છે. નોઇડા તંત્રના આ નિર્ણય પર ટ્વીટર પર લોકો સવાલ પુછી રહ્યાં છે. લોકોએ કહ્યું તમારા આદેશ પ્રમાણે બોર્ડર જો પહેલાથી જ સીલ હતી તો છેલ્લા 20 દિવસમાં નોઇડામાં દિલ્હીથી 42 ટકા કેસ કેવી રીતે આવ્યા?
ડીએમ સાહેબના આ આદેશથી નોઇડા અને દિલ્હીમાં નોકરી કરનારાની મુસીબત વધી ગઇ છે. લાખોની સંખ્યામા લોકો દિલ્હીથી નોઇડા કે નોઇડાથી દિલ્હી નોકરી કરવા જાય છે.
એક આંકડા પ્રમાણે DND ફ્લાયઓવર, માહામાયા ફ્લાયઓવર અને નોઇડા એન્ટ્રી ગેટથી દરરોજ લગભગ 6 લાખ લોકો દિલ્હી-નોઇડાની વચ્ચે સફર કરે છે. જિલ્લા તંત્રના આ નિર્ણયથી આવા લોકોને પરેશાન થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement