શોધખોળ કરો
Advertisement
જાસૂસી રેકેટ: સપા નેતાના PAની ધરપકડ, અત્યાર સુધી કુલ 4 આરોપીમાં કબજામાં
નવી દિલ્લી: જાસૂસી રેકેટ મામલામાં દિલ્લી ક્રાઈમ બ્રાંચે એક વધુ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ યુવકની ઓળખ સપા નેતા અને સાંસદનો પીએ બતાવવામાં આવી રહ્યો છે. દિલ્લી પોલીસે અત્યાર સુધી આ મામલામાં 4 લોકોની ધરપકડ કરી છે.
જાસૂસી રેકેટ મામલામાં ધરપકડ કરાયેલ યુવકનું નામ ફરહત છે. પોલીસના મતે, ફરહત યૂપીનો રહેવાસી છે. જ્યારે પોલીસે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે ફરહત સમાજવાદી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ ચૌધરી મુનવ્વર સલીમનો પીએ છે. હાલ ક્રાઈમ બ્રાંચ ફરહતની પૂછપરછ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે રેકેટ મામલામાં શુક્રવારે દિલ્લી પોલીસે શોએબ નામના એક યુવકની મેડતા રોડ રેલ્વે સ્ટેશન પાસેથી ધરપકડ કરાઈ હતી. જાટિયા બાસ નિવાસી શોએબ જોધપુરમાં લોકોના પાસપોર્ટ બનાવવાની સાથે હની ટ્રેપમાં ઉપયોગ માટે યુવતીઓની શોધખોળ પણ કરતો હતો.
જો કે શોએબ એવી યુવતીઓની શોધખોળ કરી રહ્યો હતો જે પાકિસ્તાન જવા માંગતી હતી, પરંતુ કોઈ કારણસર તેમને પાકિસ્તાનના વીઝા મળી શકતા નહોતા. પાસપોર્ટ-વીઝાના કામે શોએબ પાકિસ્તાની હાઈકમિશ્નરના અધિકારી મહમૂદ અખ્તરના સંપર્કમાં આવ્યો હતો.
આ મામલામાં ધરપકડ કરાયેલ નાગોરના મોલાના રમજાનનો સૌથી પહેલા શોએબને પોતાના જાળમાં ફસાવ્યો હતો. મૌલાનાએ રૂપિયાની લાલચમાં સુભાષ જાંગીડને પણ પોતાની સાથે જોડી દીધો હતો. ક્રાઈમ બ્રાંચને આશા છે કે ફરહત સાથેની પુછપરછમાં આ રેકેટ વિશે હજી પણ વધારે ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion