શોધખોળ કરો
Advertisement
કેજરીવાલે કરી ખાતાની ફાળવણી, પોતાની પાસે ન રાખ્યો એક પણ વિભાગ, જાણો કોને કયું ખાતું આપ્યું
રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલશ ગહલોત, ઈમરાન હુસૈન, રાજેન્દ્ર પાલ ગૌતમે મંત્રી પદના શપથ લીધા હતા.
નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા હતા. અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલશ ગહલોત, ઈમરાન હુસૈન, રાજેન્દ્ર પાલ ગૌતમે મંત્રી પદના શપથ લીધા. શપથ સમારોહ બાદ કેજરીવાલે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું.
કેજરીવાલ કેબિનેટના મંત્રીઓ દ્વારા આજે ચાર્જ સંભાળવામાં આવ્યા બાદ તેમને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે આ વખતે તેમની પાસે એક પણ વિભાગ રાખ્યો નથી. સત્યેન્દ્ર જૈનને દિલ્હી જળ બોર્ડની જવાબદાર સોંપવામાં આવી છે.
મનીષ સિસોદિયા નાયબ મુખ્યમંત્રી રહેશે. તેમની પાસે શિક્ષણ, ફાયનાન્સ, આયોજન, જમીન અને મકાન, વિજિલન્સ, ટૂરિઝમ સર્વિસ, આર્ટ, કલ્ચર અને ભાષા વિભાગ રહેશે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મનીષ સિસોદિયાના બદલે રાજેન્દ્ર પાલ ગૌતમને સોંપવામાં આયું છે. પર્યાવરણ મંત્રાલય કૈલાશ ગહલોતના સ્થાને ગોપાલ રાય સંભાળશે.Delhi: The Department of Environment has been allocated to Gopal Rai, and the Department of Women and Child Development has been allocated to Rajendra Pal Gautam. https://t.co/m4wYvx5HiZ
— ANI (@ANI) February 17, 2020
દિલ્હી વિધાનસભા ચૂંટણીની 70 બેઠકો પૈકી આમ આદમી પાર્ટીને 62 અને ભાજપને 8 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસ સતત બીજી વખત ખાતું ખોલાવી શકી નહોતી. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 67 અને ભાજપને માત્ર 3 સીટ મળી હતી. ઝારખંડમાં 14 વર્ષ બાદ બાબુલાલ મરાંડીની BJPમાં ઘરવાપસી, અમિત શાહે ફૂલહાર પહેરાવી પક્ષમાં કર્યા સામેલAAP minister Satyendar Jain given charge of water, Gopal Rai to head environment, WCD allocated to Rajendra Pal Gautam: Sources to PTI
— Press Trust of India (@PTI_News) February 17, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement