દિલ્હીઃ રોહિણી કોર્ટમાં શૂટઆઉટ, જજની સામે જ ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની ગોળી મારી હત્યા, બન્ને હુલમાખોર ઠાર
આ બંને બદમાશો વકીલનો ડ્રેસ પહેરીને રોહિણી કોર્ટમાં પ્રવેશ્યા હતા. તેણે જીતેન્દ્ર ગોગીને ગોળી મારી હતી.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની ધોળે દિવસે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. કોર્ટમાં આવેલા જીતેન્દ્ર ગોગીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ગેંગ વોર રોહિણી કોર્ટના રૂમ નંબર -207ની અંદર થયું હતું. જોકે પોલીસે ઘટનાસ્થળે જ જવાબી કાર્યવાહી કરી અને હુમલાખોરને ઠાર કર્યો હતો. ગોળીબારમાં ત્રણથી ચાર લોકો ઘાયલ પણ થયા હતા. ઘાયલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે ટિલ્લુ ગેંગના બે બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ બંને બદમાશો વકીલનો ડ્રેસ પહેરીને રોહિણી કોર્ટમાં પ્રવેશ્યા હતા. તેણે જીતેન્દ્ર ગોગીને ગોળી મારી હતી. પોલીસ હજુ પણ ટિલ્લુ ગેંગના બંને બદમાશોના નામ ચકાસી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની જૂની દુશ્મનાવટ હતી. રાજધાનીમાં બનેલી આ ઘટના બાદ પોલીસ પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, 'પોલીસે બે દિવસ પહેલા ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીને ખંડણીના કેસમાં પકડ્યો હતો. તેને આજે કોર્ટમાં હાજર થવાનું હતું. ત્યાં વકીલના ડ્રેસમાં આવેલા બદમાશોએ અચાનક ગોળીબાર કર્યો હતો. જીતેન્દ્ર ગોગીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બદમાશોને ખબર નહોતી કે જીતેન્દ્ર ગોગી સાથે સ્પેશિયલ સેલની ટીમ છે. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને બદમાશોને ઠાર માર્યા હતા.’
#WATCH दिल्ली के रोहिणी कोर्ट में हुई फायरिंग का वीडियो।
— ANI_HindiNews (@AHindinews) September 24, 2021
दिल्ली पुलिस के मुताबिक हमलावरों ने गैंगस्टर जितेंद्र मान गोगी पर गोलियां चलाईं, जिसकी मौत हो गई है। पुलिस ने तीन हमलावरों को भी मार गिराया है। pic.twitter.com/oJ4omCZeKp
કોણ હતો જીતેન્દ્ર ગોગી
જીતેન્દ્ર ગોગીની ગણતરી દિલ્હીના ટોચના મોસ્ટ ગુંડાઓમાં થતી હતી. દિલ્હી પોલીસે તેના પર 4 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. હરિયાણા પોલીસે તેના પર 2.5 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. દિલ્હીના નરેલા વિસ્તારમાં સ્થાનિક નેતા વિરેન્દ્ર માનની હત્યામાં ગોગી અને તેના માણસો સામેલ હતા. જીતેન્દ્ર ઉર્ફે ગોગી પર હરિયાણાની પ્રખ્યાત ગાયિકા હર્ષિતા દહિયાની હત્યાનો પણ આરોપ છે. દિલ્હી અને હરિયાણા જેવા રાજ્યોમાં આ ગેંગસ્ટર પોલીસના નિશાના પર હતો.