શોધખોળ કરો
જાણો ક્યારથી ખૂલશે દિલ્હીનું અક્ષરધામ મંદિર, કઈ બાબતો રાખવી પડશે ધ્યાનમાં
મંદિરમાં પ્રવેશ કરતાં લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું પડશે.
નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે 13 ઓક્ટોબરથી દિલ્હીનું સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર ખૂલવા જઈ રહ્યું છે. મંદિરમાં મર્યાદિત સંખ્યામાં સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં મ્યૂઝિક ફાઉન્ટન ખુલ્લો રહેશે, જ્યારે એક્ઝિબિશન હોલ બંધ રહેશે.
મંદિરમાં પ્રવેશ કરતાં લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું પડશે. મંદિરમાં પ્રવેશતાં પહેલા લોકોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. કોરોના સંક્ટ પહેલા સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરમાં રોજ દિલ્હી-એનસીઆર, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં હજારો લોકો આવતા હતા.
અક્ષરધામ મંદિરને ગુલાબી, સફેદ આરસ અને બલુઆ પથ્થરથી બનાવવામાં આવ્યું છે. આ મંદિર બનાવવામાં સ્ટીલ, લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરને બનતાં આશરે 5 વર્ષ લાગ્યા હતા. શ્રીઅક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વમાં આ મંદિરને બનાવવામાં આવ્યું હતું.
100 એકર જમીનમાં ફેલાયેલા મંદિરના નિર્માણમાં 11 હજાર કારીગરોએ યોગદાન આપ્યું હતું. મંદિરને પાંચ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે.
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ટેલીવિઝન
Advertisement