(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાની સેકેન્ડ વેવમાં આતંક મચાવનાર વાયરસે બદલ્યું સ્વરૂપ હવે ડેલ્ટા પ્લસે વધારી ચિંતા
કોરોનાની સેકેન્ડ વેવમાં આંતક મચાવના કોરોના વાયરસે રૂપ બદલ્યું છે. ડેલ્ટા એટલે કે, બી 617.2ના પ્રકારમાં બદલાવ થવાથી બન્યું છે. ડેલ્ટા વેરિયન્ટની ઓળખ ભારતમાં થઇ હતી.માનવામાં આવે છે કે, આ વેરિયન્ટ જ સેકેન્ડ વેવ માટે જવાબદાર હતો.
covid variant:કોરોનાની સેકેન્ડ વેવમાં આંતક મચાવના કોરોના વાયરસે રૂપ બદલ્યું છે. ડેલ્ટા એટલે કે, બી 617.2ના પ્રકારમાં બદલાવ થવાથી બન્યું છે. ડેલ્ટા વેરિયન્ટની ઓળખ ભારતમાં થઇ હતી.માનવામાં આવે છે કે, આ વેરિયન્ટ જ સેકેન્ડ વેવ માટે જવાબદાર હતો.
કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. હવે આ વાયરસનું નવું વેરિયન્ટ મળ્યું છે. જેનું ડેલ્ટા પ્લસ નામ આપવામાં આવ્યું છે. આ કોરોનાના ડેલ્ટા વેરિયટન્ટથી બન્યો છે. જેના કારણે સંક્રમણ વધ્યું હતું. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ડેલ્ટા પ્લસ વાયરસ ફરી થર્ડ વેવ માટે જવાબદાર બનશે અને કોહરામ મચાવશે. જો કે વૈજ્ઞાનિક ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી ચિંતિત નથી કારણ કે દેશમાં આ વેરિયન્ટના બહુ ઓછા કેસ જોવા મળી રહ્યાં છે.
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ એન્ટીગ્રેટિવ બાયોલોજીના નિર્દેશક ડો અનુરાગ અગ્રવાલે કહ્યું કે, હાલ આ વાયરસને લઇને ભારતમાં કોઇ ચિતા નથી. તેમણે કહ્યું કે, વેક્સિન આ વેરિયન્ટ માટે કેટલી કારગર છે તે જાણવા માટે વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા વ્યક્તિ બ્લડ પ્લાઝમાથી આ વાયરસનું પરીક્ષણ કરાશે. તેનાથી જાણી શકાશે કે, રોગ પ્રતિકારક ક્ષમતા આ વેરિયન્ટને માત આપી શકે છે કે નહીં.
દિલ્લી સ્થિત સીએસઆઇઆર આઇડી આઇબીના વૈજ્ઞાનિક વિનોદ સ્કારિયાએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે, કે417એન ઉત્પરિવર્તનના કારણે બી. 617.2નો પ્રકાર બન્યો છે. જે ડેલ્ટા પ્લસના નામે ઓળખાય છે. તેમણે કહ્યું કે, આ પરિવર્તન સાર્સ સીઓવી -2ના સ્પાઇક પ્રોટીનમાં થયું છે. જે વાયરસને માનવ કોશિકાની અંદર જઇને સંક્રમિત કરે છે.
રોગ પ્રતિકારકક્ષમતાના નિષ્ણાત ડોક્ટર વિનીતા બલનું કહેવું છે કે, વાયરસના નવા પ્રકારના કારણે એન્ટીબોડી કોકટેલના પ્રયોગને ઝટકો લાગ્યો છે. જો કે તેનો એ મતલબ નથી કે, તે વધુ સંક્રામક હશે અને તેનાથીબમારી વધુ ઘાતક બની જશે.
કોરોનાની સેકેન્ડ વેવમાં આંતક મચાવના કોરોના વાયરસે રૂપ બદલ્યું છે. ડેલ્ટા એટલે કે, બી 617.2ના પ્રકારમાં બદલાવ થવાથી બન્યું છે. ડેલ્ટા વેરિયન્ટની ઓળખ ભારતમાં થઇ હતી.માનવામાં આવે છે કે, આ વેરિયન્ટ જ સેકેન્ડ વેવ માટે જવાબદાર હતો. જો કે તેનું સ્વરૂપ બદલાયું છે. જે હાલ ડેલ્ટા પ્લસ નામે ઓળખાય છે. જો કે આ વાયરસ કેટલો સંક્રામક હશે અને કેટલો ઘાતક નિવડશે તે મામલે રિસર્ચ ચાલું છે. હાલ આ વેરિયન્ટના અમુક જ કેસ જોવા મળતાં વૈજ્ઞાનિકો આ વેરિયન્ટ માટે ચિંતિત નથી.
Education Loan Information:
Calculate Education Loan EMI