શોધખોળ કરો
ડેન્ટિસ્ટને આસિસ્ટન્ટ સાથે બંધાયા શારીરિક સંબંધ, ક્લિનિકમાં જ માણતો શરીર સુખ, અચાનક યુવતી થઈ ગઈ ગાયબ ને...
આસિસ્ટન્ટે લાંબા સમયના સંબધ પછી તેની સાથે લગ્નની જીદ પકડતાં ડેન્ટિસ્ટે તેની હત્યા કરીને લાશને દફનાવી દીધી હતી. યુવતીનાં માતા-પિતાને તેણે ખોટી માહિતી આપીને ત્રણ મહિના સુધી દોડાવ્યાં હતાં.
ભોપાલઃ મધ્ય પ્રદેશના સતનામાં એક ડેન્ટિસ્ટને તેની આસિસ્ટન્ટ સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. ડેન્ટિસ્ટ તેની સાથે ક્લિનિકમાં જ શરીર સુખ માણતો હતો. આસિસ્ટન્ટે લાંબા સમયના સંબધ પછી તેની સાથે લગ્નની જીદ પકડતાં ડેન્ટિસ્ટે તેની હત્યા કરીને લાશને દફનાવી દીધી હતી. યુવતીનાં માતા-પિતાને તેણે ખોટી માહિતી આપીને ત્રણ મહિના સુધી દોડાવ્યાં હતાં. છેવટે પોલીસે આકરી પૂછપરછ કરતાં તેમનો ભાંડો ફૂટી ગયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે વિભા કેવટ નામની 24 વર્ષની યુવતી એલએલબીની વિદ્યાર્થીની હતી અને સતનામાં કલેક્ટોરેટ ભવન પાસે ફેમિલી ડેન્ટલ હોસ્પિટલમાં ડો.આશુતોષ ત્રિપાઠીની ક્લિનિક પર આસિસ્ટન્ટનું કામ કરતી હતી. ડોક્ટરે તેને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. લાંબા સમય સુધી તે ક્લિનિકમાં જ વિભા સાથે શરીર સુખ માણતો હતો. યુવતીએ લાંબા સંબંધના કારણે તેને લગ્ન કરવા કહેવા માંડ્યું હતું પણ ત્રિપાઠી લગ્ન કરવા ઈચ્છતો ન હતો.
યુવતીનું દબાણ વધતા એક દિવસ દિવસ ત્રિપાઠીએ યુવતીની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. એ પછી મૃતદેહ ક્લિનિકની પાસે સુલભ શૌચાલયની પાસે ખાડો ગાળીને દફનાવી દીધો હતો.
14 ડિસેમ્બર,2020ના રોજ યુવતી લાપતા થઈ પછી પરિવારે દિકરીનો ફોન કરવા માંડ્યા હતા પણ ફોન ના લાગતાં ડોક્ટરને પૂછપરછ કરી હતી. તેણે કહ્યું કે, તમારી દિકરીની નોકરી લાગી ગઈ છે પણ નોકરી ક્યાં લાગી છે તેની જાણકારી આપી નહોતી. દિકરી સાથે વાત ન થતા નિરાશ પરિવાર પોલીસ પાસે પહોંચ્યે અને 1 ફેબ્રુઆરીના રોજ દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી
પોલીસે વિભાના કોલની ડિટેલ કાઢી તો ખબર પડી કે કોલ ડો.આશુતોષ ત્રિપાઠીના મોબાઈલ પર ગયો હતો. પોલીસે આશુતોષની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી તો પહેલાં તો ડોક્ટરે પોલીસને રોપી ગેરમાર્ગે દોરી પણ પોલીસે કડક પૂછપરછ કરતા ગુનાની કબુલાત કરી લીધી હતી. તેણે પોલીસને માહિતી આપી કે 14 ડિસેમ્બરે તેણે વિભાની હત્યા કરી દીધી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીએ આસિસ્ટેન્ટની હત્યા દુપટ્ટાથી ગળુ દબાવીને કરી હતી. દુર્ગંધને લીધે લોકોને ઘટનાની જાણ ન થાય એટલે તેણે મજૂરોની મદદથી ખાડો ખોદાવ્યો હતો. મીંઠાની બોરી નાખીને તેની સાથે મૃતદેહને દફનાવી દીધો હતો અને તેની ઉપર માટી નાંખી દીધી. ત્યાર બાદ મરેલા કુતરાને પણ દફનાવી દીધો કે જેથી દુર્ગંધ આવવાના સંજોગોમાં કોઈ જોવા જાય તો તેને યુવતીના મૃતદેહ અંગે આશંકા ન જાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
સુરત
Advertisement