Maharashtra Political Crisis : શિવ સેના માટે મોટા રાહતના સમાચાર, ડેપ્યુટી સ્પીકરે શું લીધો મોટો નિર્ણય?
મહારાષ્ટ્ર સરકાર અત્યારે સંકટમાં ચાલી રહી છે, ત્યારે શિવ સેના માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે શિવ સેનાના પક્ષના નેતા તરીકે અજય ચૌધરીની નિમણૂંકને મંજૂરી આપી છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર અત્યારે સંકટમાં ચાલી રહી છે, ત્યારે શિવ સેના માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે શિવ સેનાના પક્ષના નેતા તરીકે અજય ચૌધરીની નિમણૂંકને મંજૂરી આપી છે. આ પહેલા એકનાથ શિંદે વિધાનસભામાં શિવ સેનાના પક્ષના નેતા હતા.
Deputy Speaker of Maharashtra Assembly approves Shiv Sena's proposal to appoint MLA Ajay Chaudhary as Shiv Sena legislative party leader in the state Assembly. A letter in this regard was sent to the Shiv Sena office secretary by the Deputy speaker's office pic.twitter.com/DiDYzp9tcG
— ANI (@ANI) June 24, 2022
મહારાષ્ટ્રના નાસિકમાં એકનાથ શિંદેનો વિરોધ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હવે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેનો વિરોધ શરૂ થઈ ગયો છે. નાસિકમાં રાજ્યના કાર્યકર્તાઓએ એકનાથ શિંદેના પોસ્ટરને ફાડી નાખ્યું. આ સાથે કાર્યકરોએ તેમની વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
સંજય રાઉતે કહ્યું- ભાજપ શરદ પવારનું અપમાન કેમ કરી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે શુક્રવારે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. ભાજપ શા માટે એનસીપી ચીફ શરદ પવારનું અપમાન કરી રહ્યું છે? તેમણે કહ્યું કે પવારનું અપમાન સહન કરવામાં આવશે નહીં. શિવસેનાના નેતાએ વધુમાં કહ્યું કે અમારા 12 ધારાસભ્યોએ બળવો કર્યો છે, તેમની સામે કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે રાઉતે કહ્યું કે સરકાર ક્યારે બનશે, બનશે કે નહીં, મને ખબર નથી. સંજય રાઉતે કહ્યું કે હવે કાયદાની લડાઈ થશે. કાગળ પર સંખ્યા બળ વધારે હોઈ શકે છે.
બળવાખોર ધારાસભ્યએ કહ્યું- શિવસેનાને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે
ગુવાહાટી હોટલમાં એકનાથ શિંદ સાથે હાજર રહેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું કે કોંગ્રેસ અને એનસીપી દ્વારા શિવસેનાને બરબાદ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું- અગાઉ ઘણી વખત ધારાસભ્યોએ ઉદ્ધવજીને કહ્યું હતું કે કોંગ્રેસ હોય કે એનસીપી, બંને શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણી વખત ધારાસભ્યોએ ઉદ્ધવજીને મળવા માટે સમય માંગ્યો હતો પરંતુ તેઓ ક્યારેય મળ્યા નથી.