શોધખોળ કરો

દેશ કા મૂડ: રાજસ્થાનમાં ભાજપ સંકટમાં, કૉંગ્રેસ બની શકે છે સૌથી મોટી પાર્ટી- સર્વે

નવી દિલ્લી: આ વર્ષના અંતના રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાશે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે અને વસુંધરા રાજે મુખ્યમંત્રી છે. રાજસ્થાનના રાજકારણનો ઈતિહાસ છે કે અહિંયા સત્તા દર પાંચ વર્ષે બદલાય છે. જનતાનો મૂડ જોવામાં આવે તો કંઈક એવા જ સંકેત સર્વેમાં સામે આવી રહ્યા છે. આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાશે અને એ પહેલા રાજસ્થાનની જનતાનો મૂડ જાણવા માટે એબીપી ન્યૂઝે લોકનીતિ-સીએસડીએસ સાથે સર્વે કર્યો છે. સર્વેમાં સામે આવેલા આંકડા ભાજપ માટે ચિંતા ઉભી કરી શકે છે. સર્વે મુજબ રાજસ્થાનમાં હાલ વિધાનસભાની ચૂંટણી યોજાય તો કૉંગ્રેસ વોટ શેર મામેલ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. કૉંગ્રેસ 44 ટકા વોટ શેર સાથે નંબર વન પાર્ટી બની શકે છે જ્યારે ભાજપ 39 ટકા વોટ શેર સાથે બીજા નંબરની પાર્ટી બની શકે છે. કૉંગ્રેસ અને ભાજપના વોટ શેરમાં ખૂબ મોટું અંતર જોવા મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 13 ટકા વોટ શેર જઈ શકે છે. આ આંકડાની જો 2013માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સાથે તુલના કરવામાં આવે તો ભાજપને આ વખતે 6 ટકા વોટ શેરનું નુકશાન થઈ શકે છે, જ્યારે કૉંગ્રેસને 13 ટતા વોટ શેરનો ફાયદો થઈ શકે છે. વર્ષ 2013માં ભાજપનો વોટ શેર 45 ટકા અને કૉંગ્રેસનો વોટ શેર 33 ટકા હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં થયેલી પેટા ચૂંટણીના પરિણામોએ કૉંગ્રેસના સત્તામાં વાપસી કરવાના સંકેત આપ્યા છે. અજમેર, અલવર સીટ પર થયેલી લોકસભાની પેટા ચૂંટણી અને માંડલગઢ બેઠક પર વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે બાજી મારી હતી અને સચિન પાયલોટના નેતૃત્વમાં રાજસ્થાન કૉંગ્રેસે આ વર્ષની શરૂઆત સારી રીતે કરી છે. આ વર્ષે યોજાનારી મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે અગ્ની પરિક્ષા છે. મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પર એબીપી ન્યૂઝે CSDS-લોકનીતિ સાથે મળીને દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. આ સર્વે 28 એપ્રિલ 2018થી 17 મે 2018 વચ્ચે કરવામાં આવ્યો છે. 19 રાજ્યોમાં 700 સ્થળોની 175 વિધાનસભા બેઠકો પર જઇને 15859 લોકોનો મત જાણવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget