Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM બન્યા, સાથે આ બે નેતાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
Devendra Fadnavis Takes Oath As CM: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાક્રિષ્નને દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે એકનાથ શિંદે અને અજિત પવારે પણ શપથ લીધા હતા.
Maharashtra Oath Ceremony: મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ગુરુવારે (5 ડિસેમ્બર) મહાયુતિ ગઠબંધનની નવી સરકારની રચના કરવામાં આવી હતી. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ સાથે નવી સરકારમાં ફરીથી બે ડેપ્યુટી સીએમની નિમણૂક કરવામાં આવી છે. શિવસેના પ્રમુખ એકનાથ શિંદે અને NCP પ્રમુખ અજિત પવારને ડેપ્યુટી સીએમની જવાબદારી મળી છે.
#WATCH | Mumbai: Maharashtra CM Devendra Fadnavis, Deputy CMs Eknath Shinde, Ajit Pawar pose for a photograph with PM Narendra Modi
— ANI (@ANI) December 5, 2024
(Source: DD News) pic.twitter.com/BbCpHXw1X8
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. અગાઉની સરકારમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા જ્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCP અધ્યક્ષ અજિત પવાર ડેપ્યુટી સીએમની જવાબદારી નિભાવી રહ્યા હતા. હવે નવી સરકારમાં નેતૃત્વ બદલાયું છે.
#WATCH | Mumbai | NCP chief Ajit Pawar takes oath as Deputy CM of Maharashtra pic.twitter.com/j188Ec4YXu
— ANI (@ANI) December 5, 2024
શપથ ગ્રહણ સમારોહમાં પીએમ સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો
મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે, ઘણા કેન્દ્રીય પ્રધાનો, મહાયુતિ ગઠબંધનના ઘણા વરિષ્ઠ નેતાઓ અને ઘણા રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમએ પણ ભાગ લીધો હતો. નારાજગીની અટકળો વચ્ચે, શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ પદ સ્વીકારીને છેલ્લી ક્ષણે શપથ લીધા.
એકનાથ શિંદે ક્યારેય CM નહીં બની શકે? સંજય રાઉતનું મોટું નિવેદન
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસ, ઉપ-મુખ્યમંત્રી માટે એકનાથ શિંદે અને અજીત પવાર નામ સ્પષ્ટ થઈ ગયું છે. આજે ગુરુવારે (5 ડિસેમ્બર) ત્રણેય નેતાઓ પોતપોતાના પદના શપથ લેશે. આ વચ્ચે શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે ફરી વખત CM ન બનાવવા પર એકનાથ શિંદે પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, શિંદેનો સમય પૂરો થઈ ગયો છે. હવે તેમને ફેંકી દેવામાં આવ્યા છે. ભાજપ શિંદેની પાર્ટીને તોડી શકે છે. સંજય રાઉતે કહ્યું, "એકનાથ શિંદે ક્યારેય રાજ્યના મુખ્યમંત્રી નહીં બની શકે. બહુમતી મળ્યા બાદ 15 દિવસ સરકાર બનાવવામાં લાગ્યા છે. આ લોકો સ્વાર્થ માટે સરકાર ચલાવી રહ્યા છે. જનતા આ પરિણામથી સંમત નથી. નવી સરકારનું અમે સ્વાગત કરીએ છીએ.
આ પણ વાંચો....