શોધખોળ કરો

ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે

Gujarat cold weather forecast: આઠ ડિસેમ્બર બાદ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે.

Ambalal Patel weather prediction: ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 8 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની સંભાવના છે.

પંચમહાલમાં પણ લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે. ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને અમદાવાદમાં 15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે.

કચ્છમાં નલિયામાં લઘુતમ તાપમાન નીચું જવાની શક્યતા છે. વલસાડ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ઠંડી પડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. આ કારણે હાલમાં ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આઠ થી 12 ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે છે. 16 થી 20 ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે. 16 થી 20 ડિસેમ્બરમાં બંગાળની ખાડીમાં એકલો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 23 ડિસેમ્બરથી 2025 જાન્યુઆરી દરમિયાન ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. આ વર્ષે હળવા અલનીનો બનવાની શક્યતા છે જેના કારણે ભારતીય ચોમાસા ઉપર અસર થવાની શક્યતા છે. જો કે, બીજા સામુદ્રિક પરિબળો મજબૂત હશે તો ભારતીય ચોમાસુ સારું પણ થઈ શકે છે.

ચક્રવાત ફેંગલની અસરને કારણે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં ભારે વરસાદ પડી શકે છે. બેંગલુરુ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં આંશિક વાદળછાયું આકાશ અને હળવા વરસાદની શક્યતા છે.

IMDએ દક્ષિણ કન્નડ, ઉડુપી અને ચિક્કામગાલુરુ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. ઉત્તરા કન્નડમાં મોટા ભાગના સ્થળોએ અને ગદગ, હાવેરી, રાયચુર, યાદગીર, ધારવાડ, કોડાગુ, હસન, શિવમોગા, મૈસુર, મંડ્યા, ચિત્રદુર્ગ અને બલ્લારી જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાતી તોફાન ફેંગલના કારણે તટીય કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુ સહિત દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ફેંગલ આગામી બે દિવસ દરમિયાન પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. IMDએ જણાવ્યું હતું કે તેની તીવ્રતા આગામી 24 કલાક સુધી અકબંધ રહેવાની અને ત્યારબાદ ધીમે ધીમે નબળી પડવાની શક્યતા છે.

આ પણ વાંચો...

2,988 દવાઓ ખાવા લાયક છે જ નહીં! સરકારી આંકડા મુજબ આટલી દવા તો નકલી નીકળી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget