શોધખોળ કરો
પૂનામાં ગણેશ વિસર્જન દરમિયાન લોકોએ એમ્બ્યુલન્સને જવા માટે કરી આપ્યો રસ્તો, જુઓ વીડિયો
રોડ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ભારે ભીડ વચ્ચે એમ્બ્યુલન્સ નિકળતા લોકોએ તેને જવા માટે રસ્તો કરી આપ્યો હતો.

પૂના: મહારાષ્ટ્રાના પૂનામાં ગણેશ ભક્તોએ ગણેશ વિસર્જન દરમિયાન એમ્બુયલ્સને રસ્તો આપતા જોવા મળ્યા હતા. આ ઘટના લક્ષ્મી રોડ વિસ્તારની છે. કહેવાઇ રહ્યુ છે કે, લક્ષ્મી રોડ પર ગણેશ પ્રતિમાના વિસર્જન માટે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર આવ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે.
રોડ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ભારે ભીડ વચ્ચે એમ્બ્યુલન્સ નિકળતા લોકોએ તેને જવા માટે રસ્તો કરી આપ્યો હતો. એમ્બ્યુલન્સને જોઇને બાપ્પાના ભક્તો રસ્તા પરથી હટી ગયા હતા. એમ્બ્યુલન્સે રસ્તો આપવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકોએ એમ્બ્યૂલન્સને રસ્તો આપતા તે લક્ષ્મી રોડ વિસ્તારમાંથી પસાર થઇ ગઇ હતી. આ દરમિયાન એમ્બ્યુલન્સને ઝડપથી જવા માટે અમુક લોકોએ રસ્તો ખાલી કરવાનું કામ કર્યુ.#WATCH Maharashtra: Devotees give way to ambulance during Ganesh idol immersion procession on Lakshmi Road in Pune. #GaneshVisarjan (12.09.2019) pic.twitter.com/GqxtN1QmzP
— ANI (@ANI) September 13, 2019
વધુ વાંચો





















