શોધખોળ કરો

વિમાનથી લઈને રનવે સુધી, DGCAની સુરક્ષા તપાસમાં ખતરનાક બેદરકારીનો થયો ખુલાસો !

ઉડ્ડયન નિયમનકાર DGCA એ મંગળવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે મુખ્ય એરપોર્ટ પર કરવામાં આવતી દેખરેખમાં ઉડ્ડયન પ્રણાલીમાં ઘણી ખામીઓ મળી આવી છે.

નવી દિલ્હી: અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ DGCA દરેક મોરચે તપાસ કરી રહ્યું છે. આ દરમિયાન, ઉડ્ડયન નિયમનકાર DGCA એ મંગળવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે મુખ્ય એરપોર્ટ પર કરવામાં આવતી દેખરેખમાં ઉડ્ડયન પ્રણાલીમાં ઘણી ખામીઓ મળી આવી છે. આ ખામીઓમાં વિમાનમાં  બીજી વખત ફરી ખામીઓનું પુનરાવર્તન થવું અને રનવે પર સેન્ટર લાઇન માર્કિંગ ઝાંખા પડવાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે 12 જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી કરવામાં આવેલી તપાસમાં આ માહિતી પ્રકાશમાં આવી છે. આમાં ફ્લાઇટ ઓપરેશન્સ, વિમાનની ઉડાન યોગ્યતા, રનવે સલામતી, એર ટ્રાફિક નિયંત્રણ, સંદેશાવ્યવહાર અને નેવિગેશન સિસ્ટમ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની તપાસ કરવામાં આવી હતી.

DGCA એ એક નિવેદન આપ્યું 

DGCA એ સંબંધિત એરલાઇન કંપનીઓના નામ જાહેર કર્યા વિના એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંબંધિત પક્ષોને દેખરેખમાં જોવા મળેલી ખામીઓ વિશે જાણ કરવામાં આવી છે અને તેમને સાત દિવસની અંદર સુધારાત્મક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. DGCA ના સંયુક્ત મહાનિર્દેશકની આગેવાની હેઠળની 2 ટીમોએ દિલ્હી અને મુંબઈ સહિતના મુખ્ય એરપોર્ટ પર રાત્રે અને સવારે મોટાપાયે તપાસ કરી હતી. મોનિટરિંગ દરમિયાન, એક ડોમેસ્ટિક ફ્લાઇટ ખામીયુક્ત ટાયરને કારણે બંધ કરવામાં આવી હતી અને જરૂરી સમારકામ પછી જ તેને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી.

વિમાન દુર્ઘટના બાદ DGCA ચેતવણી 

DGCA એ વધુમાં જણાવ્યું હતું કે મોનિટરિંગમાં એ પણ જાણવા મળ્યું છે કે ઘણા કિસ્સાઓમાં, વિમાનોમાં વારંવાર ખામીઓ જોવા મળી હતી, જે દેખરેખનો અભાવ અને અપૂરતી સમારકામ દર્શાવે છે. આ ઉપરાંત, આ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સિમ્યુલેટર વિમાનના રૂપરેખાંકન સાથે મેળ ખાતું નથી અને સોફ્ટવેરનું વર્તમાન વર્ઝન પણ અપડેટ કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે 12 જૂને અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા હતા.  આ અકસ્માતમાં કુલ 297 લોકોના મોત થયા હતા, ત્યારબાદ DGCA ફ્લાઇટ્સને ધ્યાનમાં રાખીને સતત સાવચેતી રાખી રહ્યું છે.  છેલ્લા ઘણા સમયથી ઘણી બધી ફ્લાઈટ રદ પણ કરવામાં આવી રહી છે. હાલ અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ખૂબ જ સાવચેતી રાખવામાં આવી રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે

Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર

રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

Embed widget