(Source: ECI/ABP News/ABP Majha)
DGCA On International Flights: 15 ડિસેમ્બરથી નહીં શરૂ થાય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ, Omicromના ખતરા વચ્ચે થયો ફેંસલો
DGCA on International Flights: કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ખતરાને જોતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે. નવી તારીખની જાહેરાત પછી થશે.
DGCA On International Flights: ડીજીસીએ દ્વારા 15 ડિસેમ્બરથી શરૂ થનારી આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાને સ્થગિત કરી દેવામાં આવી છે. આ પહેલા 26 નવેમ્બરે ડીજીસીએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 15 ડિસેમ્બરથી ભારત આવતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સામાન્ય રીતે સંચાલિત થશે. જોકે કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ખતરાને જોતા સંચાલન હાલ સ્થગિત કરવામાં આવ્યું છે. નવી તારીખો હવે પછી જાહેર કરાશે.
ભારત આવતી-જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કોવિડ-19 મહામારીના કારણે 23 માર્ચ, 2020થી બંધ છે. જોકે ગત વર્ષે જુલાઈથી આશરે 28 દેશો સાથે થયેલી એરબબલ સમજૂતી અંતર્ગત વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન થઈ રહ્યું છે.
Directorate General of Civil Aviation says it will notify its decision in due course on date of resumption of scheduled commercial international passengers airline services to/from India. It also says that situation being watched closely in view of emergence of new COVID variant. pic.twitter.com/5poCWXL8jP
— ANI (@ANI) December 1, 2021
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં નવો ડર પેદા કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની સલાહકાર સમિતિએ નવા પ્રકારના કોરોના વાયરસ (New Corona variant B.1.1.529) ને ‘Omricron’ નામ આપ્યું છે. આ સાથે WHOએ નવા કોરોના વેરિઅન્ટને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક વેરિઅન્ટ' ગણાવ્યો છે.
ઓમિક્રોનના કયા દેશમાં કેટલા નોંધાયા કેસ
- ઓસ્ટ્રેલિયાઃ 6 કેસ
- ઓસ્ટ્રિયાઃ 1 કેસ
- બ્રાઝિલઃ 1 કેસ
- બેલ્જિયમઃ 1 કેસ
- બોત્સવાનાઃ 19 કેસ
- કેનેડાઃ 3 કેસ
- ચેક રિપબ્લિકઃ 1 કેસ
- ડેનમાર્કઃ 2 કેસ
- ફ્રાંસઃ 1 કેસ
- જર્મનીઃ 4 કેસ
- હોંગકોંગઃ 3 કેસ
- ઇઝરાયલઃ 2 કેસ
- ઇટાલીઃ 4 કેસ
- જાપાનઃ 1 કેસ
- નેધરલેન્ડઃ 14 કેસ
- પોર્ટુગલઃ 13 કેસ
- સાઉથ આફ્રિકાઃ 77 કેસ
- સ્પેનઃ 1 કેસ
- સ્વિડનઃ 1 કેસ
- યુનાઈટેડ કિંગડમઃ 14 કેસ
ભારતમાં તબાહી મચાવી શકે છે Omicron ! જાણો WHO ના વૈજ્ઞાનિકે શું કહ્યું
WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું, કોવિડ 19નો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ભારતમાં કોવિડ પ્રોટોકોલના યોગ્ય વ્યવહાર માટે ચેતવણી રૂપ છે. એનડીટીવી સાથે વાત કરતાં તેમણે શક્ય તમામ સાવધાની રાખવા અને માસ્કનો ઉપયોગ કરતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું, તમારા ખિસ્સામાં વેક્સિન રાખેલી છે, જે વિશેષ રીતે ઈનડોર સેટિંગ્સમાં વધારે પ્રભાવી છે. સ્વામીનાથને કહ્યું, આ વેરિયંટ ડેલ્ટાની તુલનમાં વધારે સંક્રામક હોઈ શકે છે. જોકે હાલ તેના વિશે સત્તાવાર રીતે કંઈ ન કહી શકાય. આપણને થોડા દિવસોમાં તેના સ્ટ્રેન અંગે જાણવા મળશે. સ્વામીનાથને કહ્યું, નવા કોવિડ વેરિયંટની વિશેષતા ઓળખવા આપણે વધારે સ્ટડી કરવાની જરૂર છે.