શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીએ ભાજપના નેતાને કરી શું મદદ કે કોંગ્રેસમાં મચ્યો ખળભળાટ ? કાર્યકરો-નેતાઓના આક્રોશ બાદ તપાસનો આદેશ
કોંગ્રેસ હાલમાં એ વાતની તપાસ કરશે કે, રાહુલ ગાંધીએ ભાજપના નેતાના પુત્રના નામ માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કેમ કરી?
નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપના એક નેતાને મદદ કરતાં કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ભાજપના નેતાના પુત્રને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી છે. રાહુલ ગાંધીના આ પગલાંથી કેરળ કોંગ્રેસમાં ખળભળાચમચી ગયો છે. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ ભારે આક્રોશ દાખવતાં કેરળ કોંગ્રેસે રાહુલ ગાંધી સામે તપાસ કરવાની જાહેરાત કરી છે. રાહુલે ભાજપના ક્યા નેતાના પુત્રને એડમિશન અપાવ્યું તે વિગતો નથી આપવામાં આવી.
કોંગ્રેસ હાલમાં એ વાતની તપાસ કરશે કે, રાહુલ ગાંધીએ ભાજપના નેતાના પુત્રના નામ માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કેમ કરી? કોંગ્રેસ ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ આઈસી બાલાકૃષ્ણને કહ્યું કે, પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ગુસ્સામાં છે અને તેમણે પાર્ટીને આ અંગે ફરિયાદ પણ કરી છે
બાલાકૃષ્ણને કહ્યું કે, આ ફરિયાદ મળતાં અમે યોગ્ય નિર્ણય લઈને તપાસ શરૂ કરાવી છે. આ અંગે તપાસ થઈ રહી છે કે આખરે આ કેવી રીતે બન્યું? તપાસ ખતમ થયા બાદ અમે આ મુદ્દો પાર્ટી નેતૃત્વ સામે ઉઠાવીશું.
કેન્દ્રીય વિદ્યાલયના નિયમો મુજબ, લોકસભા સાંસદ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે દર વર્ષે નિર્ધારિત સંખ્યામાં નામોની ભલામણ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion