First Digital Court: કેરળમાં ખુલી છે દેશની પ્રથમ ડિજીટલ કોર્ટ, જાણો કઇ રીતે કરે છે આ કામ
First Digital Court: દેશની પ્રથમ ડિજિટલ કૉર્ટ કેરળના કોલ્લમમાં ખુલી છે. પરંતુ હવે તેના ઉદઘાટન બાદથી સોશિયલ મીડિયા પર ડિજિટલ કૉર્ટને લઈને ઘણા સવાલો પૂછવામાં આવી રહ્યાં છે
First Digital Court: દેશની પ્રથમ ડિજિટલ કૉર્ટ કેરળના કોલ્લમમાં ખુલી છે. પરંતુ હવે તેના ઉદઘાટન બાદથી સોશિયલ મીડિયા પર ડિજિટલ કૉર્ટને લઈને ઘણા સવાલો પૂછવામાં આવી રહ્યાં છે. સૌથી મોટો સવાલ એ છે કે ડિજિટલ કૉર્ટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. આજે અમે તમને આ સંબંધિત જવાબ આપીશું અને જણાવીશું કે અહીં કયા પ્રકારના કેસની સુનાવણી થશે.
ડિજીટલ કૉર્ટ
ડિજિટલ કૉર્ટનું નામ સાંભળતા જ સમજાય છે કે અહીં બધું જ ડિજિટલ હોવું જોઈએ. તમને જણાવી દઈએ કે નેગૉશિયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટ (NI Act) કેસની સુનાવણી કેરળના કોલ્લમમાં ખોલવામાં આવેલી દેશની પ્રથમ ડિજિટલ કૉર્ટમાં થશે. આ કૉર્ટનું ઉદઘાટન શુક્રવારે સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બી.આર. ગવઇએ કર્યું હતું. ડિજિટલ કૉર્ટમાં પ્રારંભિક ફાઇલિંગથી લઈને અંતિમ નિર્ણય સુધીની તમામ કામગીરી ડિજિટલ રીતે કરવામાં આવશે. જાણો કેવી રીતે કામ કરશે ડિજિટલ કોર્ટ.
તમને જણાવી દઈએ કે કેરળમાં શરૂ થયેલી દેશની પ્રથમ ડિજિટલ કૉર્ટનું નામ '24/7 ઓન કૉર્ટ' રાખવામાં આવ્યું છે. કોર્ટમાં ચાલી રહેલા કેસોની સુનાવણી સપ્ટેમ્બર 2024થી શરૂ થશે. માહિતી અનુસાર, જો આ પહેલ સફળ થશે તો રાજ્યમાં વધુ જગ્યાઓ પર ઓન-કોર્ટની સ્થાપના થઈ શકે છે.
આ કેસોની થશે સુનાવણી
ડિજીટલ કૉર્ટ '24/7 ઓન (ઓપન એન્ડ નેટવર્ક્ડ) કોર્ટ' શરૂઆતમાં નેગૉશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ હેઠળના કેસોની સુનાવણી કરશે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એ પ્રૉમિસરી નૉટ્સ, બિલ્સ ઑફ એક્સચેન્જ અને ચેકને લગતો કાયદો છે. હાઈકોર્ટના અધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ચેક બાઉન્સના કેસો એનઆઈ એક્ટના કુલ પેન્ડિંગ કેસના દસ ટકા જેટલા છે.
શું છે NI ACT
તમને જણાવી દઈએ કે NI એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સ ગુનો છે. તમને જણાવી દઈએ કે જો તમે કોઈને 40,000 રૂપિયાનો ચેક આપો છો, પરંતુ જ્યારે બીજી વ્યક્તિ તેને બેંકમાં જમા કરાવે છે તો પૈસા નથી હોતા. જેથી તે સમયે આપેલ ચેક રિજેક્ટ થઈ જાય છે. બેંકની ભાષામાં તેને ચેક બાઉન્સ કહેવામાં આવશે. આમ કરવું એ NI એક્ટ 1881 હેઠળ સજાપાત્ર ગુનો છે. જો દોષિત ઠરે તો, સજા ચેકની રકમના બમણા દંડ અથવા વધુમાં વધુ બે વર્ષની કેદ અથવા બંને થઈ શકે છે.
કઇ રીતે બનશે ડિજીટલ ?
કેરળ હાઈકોર્ટના જસ્ટિસ રાજા વિજયરાઘવન વીએ કહ્યું છે કે ટેક્નોલોજીને કોર્ટ સાથે જોડવાથી પ્રક્રિયા સરળ બનશે. તેમણે કહ્યું કે ડિજિટલ કોર્ટમાં સ્માર્ટ શેડ્યુલિંગ સિસ્ટમ હશે, જેથી સુનાવણી સમયસર થઈ શકે. ફરિયાદીઓને મદદ કરવા માટે, તેમને તેમના કેસની વાસ્તવિક સમયની સ્થિતિ બતાવવામાં આવશે. આ સિવાય કોર્ટને બેંક અને પોલીસ જેવી મહત્વની સંસ્થાઓ સાથે જોડવામાં આવશે, જેનાથી માહિતીનું આદાન-પ્રદાન સરળ બની શકશે.
આ પણ વાંચો
NDA માં થશે ખટપટ, નવાબ મલિકે અજિત પવારની સાથે શેર કર્યુ મંચ, ફડણવીસ શું બોલ્યા ?