શોધખોળ કરો
Advertisement
બ્રિટેનથી આવેલા સ્પેશિયલ ડૉક્ટરે કરી જયલલિતાની તપાસ, પાર્ટીએ કહ્યું ફોટો બહાર પાડવાની જરૂર નથી
ચેન્નઇઃ તમિલનાડૂના મુખ્યમંત્રી જે.જયલલિતાના સ્વાસ્થ્યની તપાસ બ્રિટનથી આવેલા વિશેષ ડૉક્ટરે કરી હતી. AIADMK એ તેની તબિયત સાથે જોડાયેલી અફવાહોનું ખંડન કર્યું હતું અને કહ્યું કે તેમનું સ્વાસ્થ્ય સારુ થઇ રહ્યું છે, ફોટો બહાર પાડવાની જરૂર નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી પી વાલારામતીએ કહ્યું, અમ્મા (જયલલિતા)ને ડૉક્ટરોના પરામર્સ અનુસાર આરામની જરૂરત છે અને તે સ્વસ્થ થઇને પરત ફરશે. જયલિલતા પોતાનું મોટાભાગનું કામકાજ કરી રહ્યા છે. જયલલિતીએ હૉસ્પિટલમાંથી આ મહિને થનાર સ્થાનિક સંસ્થાની ચુંટણી માટે ઉમેદવારોની જાહેરાત પણ કરી હતી.
જયલલિતાને તાવ અને શરીરમાંથી પાણીની કમીને કરાણે 22 સપ્ટેંબરે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્રિટિશ ડૉક્ટર રિચર્ડ ચજૉન બીલે શુક્રવારે અપોલો હૉસ્પિટલમાં જયલલિલના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. તે લંડનનમાં બ્રિજ હૉસ્પિટલમાં કંસલ્ટન ઇંટેનસિવિસ્ટ છે.
આ જયલલિતાના સ્વાસ્થ્યને લઇને શહેર તથા સમાજના વિવિધ ભાગોમાં અફવા ફેલાય રહી છે. લોકો તેના સ્વસ્થ્યની પાક્કી અને વિસ્તૃત જાણકારી માંગી રહ્યા છે. અપોલો હૉસ્પિટલના અધિકારીઓના અનુસાર, જયલલિતાની તબિતય અંગેના સમાચાર શનિવારે આવી શકે છે. શુક્રવારે આ અંગેના કોઇ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા નથી. આ પહેલા અપોલો હૉસ્પિટલે કહ્યું કે, જયલલિતાનો તાવ ઉતરી ગયો છે. અને તેને થોડા દિવસ હૉસ્પિટલમાં રહેવું પડશે.
તેમ છત્તા જયલલિતાના નામે પાર્ટીમાં ઘણી જાહેરાતો થતી રહી હતી. વિપક્ષ દળ દ્વવિડ મુનેત્ર કડગમ (DMK)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધિએ જયલલિતાને જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરી હતી. અને કહ્યું હતું કે, રાજ્ય સરકારે તેમના સ્વસ્થ્ય સંબંધી અફવાહ પર રોક લગાવી જોઇએ. તેમણે કહ્યું કે, કેમ જયલલિતાની અધ્યક્ષતામાં કાવેરી જલ મુ્દ્દા પર રાજ્ય અધિકારયોની બેઠક થઇ હતી. તેવામાં અધિકારીઓએ તેમના હૉસ્પિટલની તેમની એક તસ્વીર બહાર પાડવી જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement