શોધખોળ કરો

Dogs Attack : ગુજરાત જ નહીં આખા દેશમાં રખડતા કુતરાનો કાળો કેર, પણ ઉકેલ શું?

ગુજરાતના જુદા જુદા શહેરોમાં કુતરાના ત્રાસની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. તેવી જ રીતે રાજધાની દિલ્હીમાં પણ આ મહિનાની શરૂઆતમાં રખડતા કૂતરાઓ દ્વારા બે માસૂમ બાળકોને ભગાડવામાં આવ્યા હતા.

ગુજરાતના જુદા જુદા શહેરોમાં કુતરાના ત્રાસની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. તેવી જ રીતે રાજધાની દિલ્હીમાં પણ આ મહિનાની શરૂઆતમાં રખડતા કૂતરાઓ દ્વારા બે માસૂમ બાળકોને ભગાડવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે, બંને બાળકોના મોત કૂતરાઓના અનેક હુમલાને કારણે થયા છે. તેવી જ રીતે હૈદરાબાદમાં 4 વર્ષની બાળકી કૂતરાઓનો શિકાર બની હતી. કારણ કે, તે તેમના ટોળામાંથી બહાર નીકળી શકતી નહોતી. સીસીટીવી ફૂટેજમાં આ સ્પષ્ટ જોઈ શકાય છે. આ સ્થિતિ માત્ર બે કે ત્રણ રાજ્યોની નથી. દિલ્હી, હૈદરાબાદ ઉપરાંત મહારાષ્ટ્ર, હરિયાણા સહિતના ઘણા રાજ્યો એવા છે જ્યાં રખડતા કૂતરાઓનો ત્રાસ ઝડપથી વધી રહ્યો છે.

ભારતમાં કૂતરાઓ પ્રત્યેના પ્રેમને કારણે લોકો તેને પાળે છે પરંતુ એ પણ સાચું છે કે, દેશમાં રખડતા કૂતરાઓ એક સમસ્યા બની રહ્યા છે. એટલું જ નહીં, મહાનગરોની મોટી સોસાયટીઓમાં પાલતુ કૂતરાઓ પણ ઘણા લોકોને કરડ્યા છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, દુનિયામાં હડકવાથી થતા મૃત્યુમાં ભારતનો હિસ્સો 36 ટકા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

પશુ જન્મ નિયંત્રણ કાર્યક્રમ નિષ્ફળ

મુંબઈમાં રખડતા કૂતરાઓના કલ્યાણના સીઈઓ અબોધ આરસે આવી ઘટનાઓ પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે, રખડતા કૂતરા કરડવાથી સમસ્યા થાય છે. આવી ઘટનાઓ સામે આવે એવું કોઈ ઈચ્છતું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાંક શહેરો અને નગરોમાં પશુ જન્મ નિયંત્રણ કાર્યક્રમનો યોગ્ય રીતે અમલ થતો નથી. જ્યાં સુધી કૂતરાઓની મોટી વસ્તીને લક્ષ્યાંકિત કરવામાં ન આવે ત્યાં સુધી આ કાર્યક્રમ અસરકારક ન હોઈ શકે. એનિમલ રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન- 'દયા'ના સ્થાપક સભ્ય અંબલી પુરકલે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા પણ પ્રાણી નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત સાથે વર્ષ 2001માં અસ્તિત્વમાં આવી હતી. પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. અમે સરકાર, સત્તાવાળાઓ અને સીએસઆર ફંડ ધરાવતી કંપનીઓને પણ આ મુદ્દા પર કામ કરવા કહ્યું પરંતુ કોઈ ફાયદો થયો નહીં. જોકે અમને એનિમલ બોર્ડ દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ પર કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે અમે તેમ કરી શક્યા નહીં. તેમણે સિક્કિમના સરાહ કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો. અંબલી પુરકલે જણાવ્યું હતું કે, સિક્કિમમાં આ કાર્યક્રમની અસર હતી જેના કારણે ત્યાં હડકવાના સૌથી ઓછા કેસ નોંધાયા છે.

એકબીજા પર દોષારોપણ

કેટલાક લોકો રખડતા કૂતરાઓથી બનતી આ ઘટનાઓ માટે એનિમલ એક્ટિવિસ્ટને જવાબદાર માને છે. આ ઘટનાઓ માટે તેને દોષી ઠેરવવામાં આવે છે. નાગપુરના રહેવાસી વિજય તલવારનું કહેવું છે કે,  વર્ષ 2006માં કેટલાક રખડતા કૂતરાઓએ તેમના પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેણે આ ઘટનાઓને રોકવા માટે કેસ પણ દાખલ કર્યો હતો. તે દિવસની ઘટનાનો ઉલ્લેખ કરતાં તલવાર કહે છે કે, હું મારા સ્કૂટર પર ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે અચાનક 4-5 કૂતરાઓ મારી પાછળ આવ્યા અને મારા પર હુમલો કર્યો. ત્યારબાદ મેં એક પીઆઈએલ દાખલ કરી જેમાં મેં નાગપુરમાં રખડતા કૂતરાઓની સંખ્યા વિશે પૂછ્યું. સંગઠને એફિડેવિટ દ્વારા જણાવ્યું કે, તે સમયે નાગપુરમાં 1000 કૂતરા હતા. પરંતુ સાથે જ તેણે એ પણ જણાવ્યું હતું કે, તેણે લગભગ 40 હજાર કૂતરાઓની નસબંધી કરી છે. એટલું જ નહીં, વિજયે કહ્યું હતું કે, એનજીઓ અને લોકલ ઓથોરિટી આ મામલામાં યોગ્ય રીતે હસ્તક્ષેપ નથી કરી રહી.

નોઈડામાં રહેતા સંજય મહાપાત્રાએ જણાવ્યું કે, હું છેલ્લા 17 વર્ષથી રખડતા કૂતરાઓને ખોરાક આપું છું. પરંતુ કૂતરાઓની વધતી ઘટનાઓ પછી મને ધમકાવવામાં આવે છે અને ડરાવવામાં આવે છે. લોકોએ મને ડરાવવા માટે મારી કારની વિન્ડશિલ્ડ પણ તોડી નાખી હતી. તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે આ રખડતા કૂતરાઓના પોષણની સાથે તેમનું રસીકરણ પણ જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આરડબ્લ્યુએ સોસાયટીએ આ કૂતરાઓને ખવડાવવા માટે ચિહ્નિત બિંદુઓ બનાવ્યા છે. પરંતુ ત્યાં રહેતા રહીશો તેનો અમલ કરવા દેતા નથી.

તો પછી ઉકેલ શું?

તો પછી આ કૂતરાઓને હુમલા કરતા રોકવાનો ઉપાય શું છે. આંબલી પુરાકલે કહ્યું હતું કે, કૂતરા પોતાના માલિકને સરળતાથી ઓળખી લે છે. આ સાથે જે લોકો કૂતરાઓને પાળીને રસ્તા પર છોડી દે છે તેઓ પર અંકુશ આવશે. તેનાથી રખડતા કૂતરાઓની વસ્તી પર અંકુશ આવશે. આટલું જ નહીં, જેઓએ તેમના કૂતરાઓને પાળ્યા બાદ છોડી દીધા છે તેમને ઓળખીને દંડ કરવાની જવાબદારી પણ સરકારની છે. અંબાલી પરિકલે કહ્યું હતું કે, તેથી જ લોકો નોઈડા અને ગુરુગ્રામમાં કૂતરાઓની નોંધણી કરાવી રહ્યા છે. પરીકલે વધુમાં જણાવ્યું હતું કે, સૌથી જરૂરી છે કે બાળકોને એ પણ શીખવવામાં આવે કે જ્યારે કૂતરો કરડે ત્યારે શું થાય છે, કૂતરો કરડે ત્યારે શું કરવું અને શું ન કરવું. વણક નામના વ્યક્તિએ જણાવ્યું કે ભારતના ઘણા ભાગોમાં કૂતરાઓની માલિકી અંગે સામુદાયિક મોડલ છે પરંતુ તેને લાગુ કરવામાં ઘણી મુશ્કેલી છે. સમુદાયના મોડેલમાં એક સમસ્યા છે. રસ્તામાં કૂતરાને કંઈ થઈ જાય તો લોકો કહેશે, ઓહ બિચારો કૂતરો…. બીજી તરફ આ જ કૂતરો કરડે તો જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Embed widget