શોધખોળ કરો
24 કલાકમાં બદલાયા ટ્રમ્પના સૂર, ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા આપતા મોદી વિશે શું કહ્યુ?
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અમેરિકાએ 29 મિલિયન દવાની ડોઝ ખરીદી છે. જેમાંથી મોટાભાગની દવા ભારત તરફથી મળશે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે આ વાત કરી હતી.
![24 કલાકમાં બદલાયા ટ્રમ્પના સૂર, ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા આપતા મોદી વિશે શું કહ્યુ? donald trump praises PM modi as India lifts export ban on hydroxychloroquine 24 કલાકમાં બદલાયા ટ્રમ્પના સૂર, ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા આપતા મોદી વિશે શું કહ્યુ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/08173858/3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસ કરવાની મંજૂરી મળ્યા બાદ વડાપ્રધાન મોદીને મહાન નેતા ગણાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, વડાપ્રધાન મોદી મહાન છે અને ખૂબ સારા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અમેરિકાએ 29 મિલિયન દવાની ડોઝ ખરીદી છે. જેમાંથી મોટાભાગની દવા ભારત તરફથી મળશે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે આ વાત કરી હતી.
ટ્રમ્પે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, મોદી મહાન છે. તે ખૂબ સારો નેતા છે અને મેં વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે. મોદીએ અમારી આ સમયમાં મદદ કરી છે. ભારત પાસેથી હાઇડ્રોક્સીક્લોરોક્વીનની 29 મિલિયન ડોઝ ખરીદી છે.અમે વિદેશમાંથી અનેક દવા મંગાવી રહ્યા છીએ. ટ્રમ્પે કહ્યું કે, જ્યારે મે વડાપ્રધાન મોદીને પૂછ્યું કે, શું તે દવાઓ આપશે તો તેમણે કહ્યું કે, ભારતે પોતાની જરૂરિયાત માટે હાઇડ્રોક્સીનક્લોરોક્વિનની દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. તે સાચા હતા. પોતાની જરૂરિયાતો બાદ અમેરિકા માટે દવા મોકલવાની મંજૂરી આપી છે.
નોંધનીય છે કે અમેરિકામાં કોરોના વાયરસ સંકટ ઝડપથી વધી રહ્યું છે. કોરોના દર્દીઓની સારવાર માટે ટ્રાયલ તરીકે ભારતે દવાની સપ્લાયની આશા રાખી રહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ ન થવા પર જવાબી કાર્યવાહી કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો ભારત હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની સપ્લાય કરતું નથી તો ઠીક છે અમે જવાબી કાર્યવાહી કરીશું. આખરે અમે તેનો જવાબ કેમ નહી આપીએ. નોંધનીય છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા મલેરિયા માટે છે જેનું ભારત વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન કરે છે.
ટ્રમ્પની ધમકી બાદ ભારતે કહ્યું હતું કે, એક જવાબદાર દેશ હોવાના કારણે અમારાથી જેટલી મદદ થશે તે કરીશું. ભારતે અમેરિકાને કહ્યું કે, અમે અમારા 1.30 અબજની વસ્તીને કોરોનાથી સુરક્ષિત કર્યા બાદ જ કોરોના વાયરસના દર્દીઓ અને સ્વાસ્થ્યકર્મીઓને દવા આપીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)