Madhya Pradesh: વિધાનસભામાં નેતા વિપક્ષ પદથી કમલનાથનુ રાજીનામુ, હવે આ નેતાને મળી જવાબદારી
કમલનાથ પર લાંબા સમયથી બેમાંથી એક પદ છોડવાનુ દબાણ હતુ, અને હવે મધ્યપ્રદેશમાં એક વ્યક્તિ એક પદ પરની માંગ લાંબા અરસાથી ઉઠી રહી હતી.
![Madhya Pradesh: વિધાનસભામાં નેતા વિપક્ષ પદથી કમલનાથનુ રાજીનામુ, હવે આ નેતાને મળી જવાબદારી dr govind singh appointed: kamal nath resigned from leader of congress legislature party in madhya pradesh Madhya Pradesh: વિધાનસભામાં નેતા વિપક્ષ પદથી કમલનાથનુ રાજીનામુ, હવે આ નેતાને મળી જવાબદારી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/05101936/Kamalnath-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Madhya Pradesh News: મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં કોંગ્રેસ પુરેપુરી રીતે ચૂંટણી મૉડમાં આવી ગઇ છે. પાર્ટી હાઇકમાને આજે મોટો ફોંસલો લેતા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ (Kamal Nath)ની જગ્યાએ પોતાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય ડૉ. ગોવિંદ સિંહને મધ્યપ્રદેશમાં નેતા વિપક્ષ બનાવી દીધા છે. કમલનાથ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનેલા રહેશે.
કમલનાથ પર લાંબા સમયથી બેમાંથી એક પદ છોડવાનુ દબાણ હતુ, અને હવે મધ્યપ્રદેશમાં એક વ્યક્તિ એક પદ પરની માંગ લાંબા અરસાથી ઉઠી રહી હતી. ડૉ. ગોવિંદ સિંહ આના સૌથી સશક્ત દાવેદાર માનવામાં આવી રહ્યાં હતા. તે દિગ્વીજય સિંહના સમર્થક છે જ્યારે કમલનાથ ગૃપમાંથી સજ્જન વર્મા અને બાલા બચ્ચન આ પદ માટે દાવેદારી કરી રહ્યાં હતા.
નવા વિપક્ષ નેતા ગોવિંદ સિંહની વાત કરીએ તો તેઓ 7 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે અને કોંગ્રેસમાં અનેક મહત્વપૂર્ણ પદ સંભાળી ચુક્યા છે. જોકે તેમની નિયુક્તિને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપના મતે કોંગ્રેસે વિપક્ષ નેતા તરીકે કોઈ એસસી, એસટી કે ઓબીસી વર્ગના નેતાને નથી પસંદ કર્યા તે જે-તે સમાજનું અપમાન છે.
આ પણ વાંચો......
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ
Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન
ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)