Draupadi Murmu Oath Ceremony: દ્રોપદી મુર્મૂ 25 જુલાઈએ લેશે રાષ્ટ્રપતિ પદના શપથ, જાણો કાર્યક્રમ વિશે
દ્રૌપદી મુર્મૂએ દેશના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. તેઓ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે.
Draupadi Murmu Oath Ceremony: દ્રૌપદી મુર્મૂએ દેશના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. તેઓ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી યશવંત સિન્હાને મોટા અંતરથી હરાવીને આ જીત હાંસલ કરી છે. હવે આ જીત પછી, દ્રૌપદી મુર્મુ સોમવારે 25 જુલાઈ 2022 ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીતથી NDAમાં ખુશીની લહેર છે, જ્યારે દેશના તમામ રાજ્યોના નેતાઓએ તેમની જીત પર તેમને અભિનંદન પાઠવ્યા છે અને ખુશી વ્યક્ત કરી છે. હવે 25 જુલાઈએ પદ અને ગુપ્તતાના શપથ લીધા બાદ મુર્મુ બંધારણના સર્વોચ્ચ પદની શોભા વધારશે.
નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ ગ્રહણ સમારોહનો કાર્યક્રમ
સવારે 9.25 - દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે
(રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા પછી, નવનિયુક્ત રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે)
સવારે 9.50 વાગ્યે - દ્રૌપદી મુર્મુ અને રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ ભવન તરફ કાફલામાં સાથે રવાના થશે.
10:03 - કાફલો સંસદના ગેટ નંબર 5 પર સંસદ ભવન પહોંચશે, ગેટ નંબર 5 પર ઉતરશે, બંને ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય સાથે સેન્ટ્રલ હોલ માટે રવાના થશે.
10:10 - સેન્ટ્રલ હોલમાં પહોંચશે અને રાષ્ટ્રગીત વગાડવામાં આવશે
10:15 - શપથગ્રહણ
10:20 - નવા રાષ્ટ્રપતિનું ભાષણ
10:45 - રાષ્ટ્રપતિ ભવન ખાતે સંસદથી રવાના થશે
10:50 - રાષ્ટ્રપતિ ભવન ફોરકોર્ટ ખાતે હેડિંગ ઓવર સેરેમની
11:00 - નિવર્તમાન રાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિ ભવનમાંથી વિદાય