Draupadi Murmu Oath Ceremony:દ્રૌપદી મુર્મૂ 25 જૂલાઇના રોજ લેશે રાષ્ટ્રપતિ પદના શપથ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
દ્રૌપદી મુર્મુએ દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. તેઓ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે
Draupadi Murmu Oath Ceremony: દ્રૌપદી મુર્મુએ દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. તેઓ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે પોતાના હરિફ યશવંત સિન્હાને મોટા અંતરથી હરાવીને આ જીત હાંસલ કરી છે. હવે આ જીત પછી દ્રૌપદી મુર્મુ સોમવારે 25 જુલાઈ 2022 ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીતથી NDAમાં ખુશીની લહેર છે, જ્યારે દેશના તમામ રાજ્યોના નેતાઓએ તેમની જીત પર તેમને અભિનંદન પાઠવ્યા છે અને ખુશી વ્યક્ત કરી છે. હવે 25 જુલાઈએ પદ અને ગુપ્તતાના શપથ લીધા બાદ મુર્મુ બંધારણના સર્વોચ્ચ પદની શોભા વધારશે.
AIADMK leader and former Tamil Nadu CM Edappadi Palaniswami met President-designate #DroupadiMurmu at her residence in Delhi today. pic.twitter.com/NNb0PnWQsm
— ANI (@ANI) July 23, 2022
નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ ગ્રહણ સમારોહનો કાર્યક્રમ
સવારે 9.25 - દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે
(રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા પછી, નવનિયુક્ત રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે)
સવારે 9.50 વાગ્યે - દ્રૌપદી મુર્મુ અને રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનથી સંસદ ભવન તરફ કાફલામાં સાથે રવાના થશે.
10:03 - કાફલો સંસદના ગેટ નંબર 5 પર સંસદ ભવન પહોંચશે, ગેટ નંબર 5 પર ઉતરશે, બંને ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય સાથે સેન્ટ્રલ હોલ માટે રવાના થશે.
10:10 - સેન્ટ્રલ હોલમાં પહોંચશે અને રાષ્ટ્રગીત વગાડવામાં આવશે
10:15 - શપથગ્રહણ
10:20 - નવા રાષ્ટ્રપતિનું ભાષણ
10:45 - નવા અને નિવર્તમાન રાષ્ટ્રપતિ સંસદથી રાષ્ટ્રપતિ ભવન રવાના થશે
10:50 - રાષ્ટ્રપતિ ભવન ફોરકોર્ટ ખાતે હેડિંગ ઓવર સેરમની
11:00 – નિવર્તમાન રાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિ ભવનમાંથી વિદાય