કોરોનાના કેસો વધતાં દેશનાં આ સાત રાજ્યોમાં સ્કૂલ-કોલેજો કરી દેવાઈ બંધ, મુંબઈમાં શું અપાયો આદેશ ?
હરિયાણા સરકારના આદેશ મુજબ સ્કૂલ, કોલેજ, પોલિટેકનિક, આઇટી, કોચિંગ સંસ્થા, લાઇબ્રેરી અને તાલીમ સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્ર અને શિશુગૃહ બંધ રહેશે.
![કોરોનાના કેસો વધતાં દેશનાં આ સાત રાજ્યોમાં સ્કૂલ-કોલેજો કરી દેવાઈ બંધ, મુંબઈમાં શું અપાયો આદેશ ? Due to increasing cases of corona, schools and colleges were closed in these seven states of the country કોરોનાના કેસો વધતાં દેશનાં આ સાત રાજ્યોમાં સ્કૂલ-કોલેજો કરી દેવાઈ બંધ, મુંબઈમાં શું અપાયો આદેશ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/992a248fe1747f8d80fdb96ef0b2807e_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસોના લીધે ફરીથી પ્રતિબંધો લગાવવાના શરૂ કરાયા છે. આ પૈકી મોટા ભાગનાં રાજ્યોએ શાળા-કોલેજો બંધ કરવાથી શરૂઆત કરી છે. હાલમાં દેશનાં સાત રાજ્યોમાં શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે જ્યારે મુંબઈમાં પણ તમામ શાળા 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવાઈ છે.
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઓડિશા, ઝારખંડ, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન દેશનાં છ રાજ્યોમાં શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત ઘણાં રાજ્યોમાં સ્કૂલો અને કોલેજોમાં પ્રાથમિક વિભાગો બંધ કરી દેવાયા છે. ફરીથી બીજા પણ કેટલાક રાજ્યો સ્કૂલો બંધ કરવા અંગે વિચાર કરી રહ્યા છે. જે રાજ્યોમાં સો ટકા સ્કૂલો ખુલ્લી હતી. એ રાજ્યો હવે તે પણ સ્કૂલોને બંધ કરી રહ્યા છે.
હરિયાણા સરકારના આદેશ મુજબ સ્કૂલ, કોલેજ, પોલિટેકનિક, આઇટી, કોચિંગ સંસ્થા, લાઇબ્રેરી અને તાલીમ સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્ર અને શિશુગૃહ બંધ રહેશે. હરિયાણાની સ્કૂલો અને કોલેજોમાં 12 જાન્યુઆરી સુધી બંધ રહેશે. સ્થિતી સુધરશે તો તે પછી ઓફલાઇન ક્લાસ શરૂ થઈ શકે છે.
તમિલનાડુએ પહેલાથી આઠમી ધોરણ સુધીની બધી સ્કૂલો 10 જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ જારી કર્યા છે. જયારે નવથી બારના ક્લાસ કોરોનાના ચુસ્ત પ્રોટોકોલ હેઠળ ચાલશે.
ઓડિશા સરકારે જણાવ્યું હતું કે તે ત્રણ જાન્યુઆરીથી પહેલીથી પાંચમા ધોરણની સ્કૂલો ખોલવાનો અગાઉનો આદેશ પરત લઈ રહી છે. વિદ્યાલય અને જનશિક્ષા મંત્રી એસ આર દાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અધિકારીઓએ જુદાાજુદાપ્રાથમિક શિક્ષણ કેન્દ્રોનું નિરીક્ષણ કર્યા પછી નિર્ણય લીધો હતો. જો કે છથી દસમા ધોરણના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરાશે. પશ્ચિમ બંગાળે તેના બધા શૈક્ષણિક એકમોને 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઓમાં ફક્ત 50 ટકા સ્ટાફ જ જશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)