Amreli Rain : અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, જુઓ આજે ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ ?
Amreli Rain : અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, જુઓ આજે ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ ?
અમરેલીના સાવરકુંડલા શહેરમા છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની પધરામણી.... શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો..... અસહય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થતા લોકોને મળી ગરમીથી રાહત..... સાવરકુંડલાના જેસર રોડ અને સોસાયટીઓમાં ભરાયા વરસાદી પાણી...
સરદાર પટેલ સોસાયટી તેમજ જેસર સ્ટેટ હાઈવે પર ભરાયા ગોઠણ સમા પાણી. મંગલમ સોસાયટીમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા.... રસ્તા પર પસાર થતા વાહન ચાલકો ને હાલાકી પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી સામે સવાલો..... શહેરમાં વરસાદી પાણીનો નિકાલ કરવા સરકારે 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાલિકાને ફાળવી છે.
પાલિકાની સામાન્ય અને બજેટ સભા ત્રણ મહિના પહેલા યોજાઇ હતી, તેમાં આ વિસ્તારના સદસ્ય વરસાદી પાણી ક્યાં ભરાય છે તેવા સવાલો કરતા ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ જવાબ આપી શક્યા નહીં. પાલિકાના વહીવટકર્તાઓ ની અણ આવડતના કારણે આ સમસ્યા ઉદભવે છે અમે પણ દિલગીર છીએ : ડી.કે પટેલ સદસ્ય નગરપાલિકા





















