શોધખોળ કરો

Biparjoy Cyclone: વાવાઝોડાને પગલે મુંબઈથી કેટલીક ફ્લાઈટ રદ્દ, એક રન વે કરાયો બંધ, 'Bipperjoy' 15મી જૂને તબાહી મચાવી શકે છે!

ગુજરાત સરકાર ગંભીર ચક્રવાતી તોફાન 'બિપરજોય'ના પડકારોનો સામનો કરવા માટે અનેક સાવચેતીના પગલાં લઈ રહી છે.

Biparjoy Cyclone Latest Update: અતિ પ્રચંડ બનેલા બિપરજોય વાવાઝોડાની અસર હવાઈ સેવા પર પડવાની શરુઆત થઈ છે. સાવચેતીના ભાગરુપે મુંબઈ એયરપોર્ટ પર એક રનવે બંધ કરાયો છે. સાથે જ મુંબઈથી ટેકઑફ અને લેન્ડ થતી કેટલીક ફ્લાઈટ રદ્દ કરવાની મજબૂરી પણ પડી છે. વાવાઝોડું મુંબઈના દરિયા કિનારાથી ભલે દૂર હોય પરંતુ તેનો વ્યાપ વધુ હોવાથી ભારે પવન ફૂંકાતા વિમાનોના ટેક ઑફ અને લેન્ડિંગ સમયે મુશ્કેલી આવવાની આશંકાની વચ્ચે અગમચેતીના ભાગરુપે કેટલીક ફ્લાઈટ રદ્દ કરવાની એયરઈન્ડિયાએ જાહેરાત કરી છે. મુંબઈ, સુરત સહિતના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના એયરપોર્ટ પર પહોંચેલા નાના કદના એટલે કે નાના વિમાનો ક્યાક પવનમાં ફંગોળાઈ નહીં તેને ધ્યાનમાં રાખી મોટા વજનીયા બાંધી તેના વ્હીલને મજબૂત કરાયા છે.

ગુજરાત સરકાર ગંભીર ચક્રવાતી તોફાન 'બિપરજોય'ના પડકારોનો સામનો કરવા માટે અનેક સાવચેતીના પગલાં લઈ રહી છે. તે જ સમયે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રવિવારે (11 જૂન) ચક્રવાતની અસરોનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને ગુજરાત વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

ચક્રવાત 'ગંભીર ચક્રવાત વાવાઝોડા'માં ફેરવાઈ ગયું છે અને 15 જૂને ગુજરાતના કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ત્રાટકવાની શક્યતા છે. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ સચિવે ચક્રવાત માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ, રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ દેશમાં આપત્તિ વ્યવસ્થાપન માટે વિવિધ નીતિઓ અને યોજનાઓ ઘડવા માટે જવાબદાર છે. ચક્રવાત 'બિપરજોય'ની અસરોનો સામનો કરવામાં ગુજરાત વહીવટીતંત્રને મદદ કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડની પૂરતી સંખ્યામાં ટીમો અને સાધનો તૈનાત કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે સાવચેતીના પગલા લીધા છે

પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ચક્રવાત 'બિપરજોય' ની અસરોનો સામનો કરવા માટે તમામ સંભવિત સાવચેતીના પગલાં લીધા છે અને ચક્રવાત હિટ થયા પછી સેવાઓ ફરી શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્ય સચિવ, કેન્દ્ર સરકારના મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ, ભારતીય હવામાન વિભાગ અને NDRFના વરિષ્ઠ અધિકારીઓ વગેરેએ ભાગ લીધો હતો.

NDRF ઉપરાંત, ગુજરાત સરકાર દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ટીમો તૈનાત કરી રહી છે અને છ જિલ્લામાં આશ્રય કેન્દ્રો સ્થાપવામાં આવશે. વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારમાં જમીન પર ક્યાં ત્રાટકશે તે અંગે આગામી દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra: ડોંબિવલીમાં ફેક્ટરીમાં વિસ્ફોટથી લાગી ભીષણ આગ, 7 લોકોના મોત, 60 ઈજાગ્રસ્ત 
Maharashtra: ડોંબિવલીમાં ફેક્ટરીમાં વિસ્ફોટથી લાગી ભીષણ આગ, 7 લોકોના મોત, 60 ઈજાગ્રસ્ત 
48.8 ડિગ્રી તાપમાનમાં શેકાયુ રાજસ્થાન, લૂ લાગવાથી પાંચ લોકોના મોત 
48.8 ડિગ્રી તાપમાનમાં શેકાયુ રાજસ્થાન, લૂ લાગવાથી પાંચ લોકોના મોત 
Shah Rukh Khan: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી મળી રજા,મીડિયાને હાથ તાળી આપી એરપોર્ટ રવાના
Shah Rukh Khan: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી મળી રજા,મીડિયાને હાથ તાળી આપી એરપોર્ટ રવાના
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : કોણ છે બીજ માફિયા ? । abp AsmitaHun To Bolish : દારૂ મળશે, પાણી ગોતી લો ! । abp AsmitaBhavnagar News | ભાવનગરમાં બિલ્ડરોની મરી પરવારી માનવતાSurat News । સુરતમાં ગરમીની બીમારીને કારણે થયા 10 લોકોના થયા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: ડોંબિવલીમાં ફેક્ટરીમાં વિસ્ફોટથી લાગી ભીષણ આગ, 7 લોકોના મોત, 60 ઈજાગ્રસ્ત 
Maharashtra: ડોંબિવલીમાં ફેક્ટરીમાં વિસ્ફોટથી લાગી ભીષણ આગ, 7 લોકોના મોત, 60 ઈજાગ્રસ્ત 
48.8 ડિગ્રી તાપમાનમાં શેકાયુ રાજસ્થાન, લૂ લાગવાથી પાંચ લોકોના મોત 
48.8 ડિગ્રી તાપમાનમાં શેકાયુ રાજસ્થાન, લૂ લાગવાથી પાંચ લોકોના મોત 
Shah Rukh Khan: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી મળી રજા,મીડિયાને હાથ તાળી આપી એરપોર્ટ રવાના
Shah Rukh Khan: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી મળી રજા,મીડિયાને હાથ તાળી આપી એરપોર્ટ રવાના
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
RCB vs RR: અમદાવાદે 6 મહિનાની અંદર બે વખત તોડ્યું કિંગ કોહલીનું દિલ, 700 રનનો આંકડો બન્યો મુસીબત!
RCB vs RR: અમદાવાદે 6 મહિનાની અંદર બે વખત તોડ્યું કિંગ કોહલીનું દિલ, 700 રનનો આંકડો બન્યો મુસીબત!
Swati Maliwal: મારપીટની ઘટના બાદ સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યૂ, કહ્યું- 'તે દિવસે મારી સાથે...'
Swati Maliwal: મારપીટની ઘટના બાદ સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યૂ, કહ્યું- 'તે દિવસે મારી સાથે...'
2024 Kia Carnival: ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થશે ફેમિલી કાર, દમદાર એન્જીન સાથે મળશે ધાંસૂ ફિચર્સ
2024 Kia Carnival: ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થશે ફેમિલી કાર, દમદાર એન્જીન સાથે મળશે ધાંસૂ ફિચર્સ
Kyrgyzstan Violence:સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, ખાવાના પણ ફાંફા, બારી પર થઇ રહ્યું છે ફાયરિંગ
Kyrgyzstan Violence:સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, ખાવાના પણ ફાંફા, બારી પર થઇ રહ્યું છે ફાયરિંગ
Embed widget