શોધખોળ કરો
Advertisement
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, હરિયાણાના રોહતકમાં હતું કેંદ્ર
દિલ્હી-એનસીઆરમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 રેકોર્ડ કરવામાં આવી છે.
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 રેકોર્ડ કરવામાં આવી છે. ભૂકંપનું કેંદ્ર બિંદુ હરિયાણાના રોહતકમાં હતું. જમીનની અંદર આઠ કિલોમીટર નીચે ભૂકંપનું કેંદ્ર જણાવવામાં આવ્યું છે.
જાણકારી મુજબ બપોરે 3 વાગ્યેને 32 મિનિટ પર હરિયાણાના રોહતક પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. છેલ્લા કેટલાક સમયથી દિલ્હી-એનસીઆરમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે.
આ પહેલા 24 જૂન બુધવારે સવારે આઠ વાગ્યે 2 મિનિટ પર મિઝોરમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ ચંપઈના 31 કિલોમીટર દશ્રિણ-દક્ષિણ-પશ્ચિમમાં રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયમાં દિલ્હી એનસીઆરમાં કયા કયા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા તેની જાણકારી તમે અહી જોઈ શકો છો. તેની તીવ્રતા પણ તમે જાણી શકો છો.
12 એપ્રિલ - 3.5 - દિલ્હી
13 એપ્રિલ - 2.7 - દિલ્હી
16 એપ્રિલ - 2.0 - દિલ્હી
03 મે - 3.0 - દિલ્હી
06 મે - 2.3 - ફરીદાબાદ
10 મે - 3.4 - દિલ્હી
15 મે - 2.2 - દિલ્હી
28 મે - 2.5 - ફરીદાબાદ
29 મે - 4.5 - રોહતક
29 મે - 2.9 - રોહતક
3 જૂન- 3.2 નોઈડા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement