ED ની ચાર્જશીટમાં શું થયો મોટો ખુલાસો ? જેક્લીન સાથે ઠગ સુકેશે કેવી રીતે કરી હતી દોસ્તી, જાણો વિગત
ગૃહ મંત્રીના નંબરથી તે વ્યક્તિએ શેખર બનીને જેક્લીન સાથે વાત કરી હતી. આ ખુલાસો ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં થયો છે.
મુંબઈઃ કરોડો રૂપિયાના ઠગાઈ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખરે બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને પોતાની જાળમાં ફસાવવા માટે ગૃહ મંત્રી અમિત શાહના મોબાઇલ નંબરનો ડુપ્લીકેટ નંબર બનાવ્યો હતો. ગૃહ મંત્રીના નંબરથી તે વ્યક્તિએ શેખર બનીને જેક્લીન સાથે વાત કરી હતી. આ ખુલાસો ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં થયો છે. હિન્દી વેબસાઇટ જનસત્તાના રિપોર્ટમાં આ ખુલાલો થયો છે.
આ મામલે એવો પણ ખુલાસો થયો છે કે જેકલીન ફર્નાન્ડિઝને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ આપી હતી. ગિફ્ટ અને સંપર્કની વાત જેક્લીન પણ સ્વીકારી ચુકી છે. ઈડીએ ઠગ સુકેશ ચંદ્રશેખર સામે મની લોન્ડ્રિંગ મુદ્દે દાખલ કરેલી ચાર્જશીટમાં કહ્યું કે, અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ સુકેશ સાથે વાત કરવા ઈચ્છુંક નહોતી. તેથી કથિત રીતે તેણે કેન્દ્રીય મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીના રૂપમાં પોતાનો પરિચય અભિનેત્રીને આપ્યો હતો.
ઈડીએ સુકેશ સામે પટિયાલ હાઉસ કોર્ટમાં રેનબક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહ સાથે પણ 200 કરોડ રૂપિયાની ઠગાઈ કર્યાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સુકેશે જેક્લીન અને નોરા ફતેહીને મોંઘી ગિફ્ટો આપી હતી. જે તેણે ઠગાઈની રકમમાંથી ખરીદી હતી.
ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ છે કે ચંદ્રશેખરે મેકઅપ આર્ટિસ્ટ દ્વારા ફર્નાન્ડિઝનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી અને જ્યારે તેણે ના પાડી ત્યારે Spoof Call કર્યો અને સરકારમાં ખૂબ મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે પોતાનો પરિચય આપ્યો હતો. તે ધરપકડ સુધી જેક્લીનના સંપર્કમાં હતો અને તેણે જેક્લીનના પરિવારજનોને પણ ગિફ્ટ આપી હતી. પ્રાઇવેટ જેટની વ્યવસ્થા પણ તેના તરફથી કરવામાં આવી હતી. ઈડીએ દાવો કર્યો છે પૂછપરછમાં જેક્લીને ગિફ્ટ મળ્યાની વાતનો સ્વીકાર કર્યો છે.
ઈડીએ સુકેશે ડિસેમ્બર 2020માં બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહીને બીએમડબલ્યુ કાર ગિફ્ટ કરી હતી. તે સમયે સુકેશની પત્નીએ દાવો કર્યો હતો કે તે અને તેના પતિ ફતેહીના પ્રશંસક છે અને તેમણે પ્રેમથી એક નવી બીએમડબલ્યુ કાર ગિફ્ટમાં આપી હતી.