શોધખોળ કરો
Advertisement
ચિદમ્બરમ બાદ કોંગ્રેસનો વધુ એક નેતા EDના સકંજામાં, મની લૉન્ડ્રિંગ કેસમાં પુછપરછ માટે નૉટિસ
કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમાર હંમેશા માટે કોંગ્રેસના સંકટ મોચક રહ્યાં છે
બેંગ્લુંરુઃ પૂર્વ કેન્દ્રિય મંત્રી પી.ચિદમ્બરમ બાદ કોંગ્રેસનો વધુ એક નેતા પર EDએ સકંજો કસ્યો છે. કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમારને EDએ પુછપરછ બાદ નૉટિસ ફટકારી છે. મની લૉન્ડ્રિંગ કેસમાં શિવકુમારને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, તેમની આ પુછપરછ દિલ્હીના જામનગરમાં ઇડીની ઓફિસમાં થશે.
કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમાર હંમેશા માટે કોંગ્રેસના સંકટ મોચક રહ્યાં છે.
ડી કે શિવકુમાર પર આરોપ છે કે, તેમના ખાસ માણસો અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ની ઓફિસમાં પૈસા પહોંચાડતાં હતા. આ પૈસા ચાંદની ચોકથી લેવામાં આવતા હતા અને બાદમાં આ એઆઇસીસીની એકાઉન્ટ ઓફિસમાં આપવામાં આવતા હતા.
ઇડીની નૉટિસ મળ્યા બાદ ડીકે શિવકુમારે કહ્યું કે, મેં કોર્ટને અનુરોધ કર્યો છે કે આ એક સામાન્ય આવકનો મામલો છે. મેં પહેલાથી જ આઇટીઆર ભરી દીધુ છે, મની લૉન્ડ્રિંગ (પીએમએલએ) અધિનિયમની કોઇ રોક નથી. કાલ રાત્રે તેમને મને બપોરે એક વાગ્યા સુધી દિલ્હી આવવા માટે બોલાવ્યો છે. હું કાયદાનું સન્માન કરુ છું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ હાલ સીબીઆઇ અને ઇડીના સકંજામાં ફસાઇ ગયા છે. આઇએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમ પર કેસ નોંધાયો છે, અને હાલ સીબીઆઇની કસ્ટડીમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement