(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રમાં CM પર સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદે 'આઉટ ઓફ રીચ'! નેટવર્ક વગરના ગામમાં પહોંચ્યા ?
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જોરદાર સફળતા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે મહાયુતિ કોઈપણ સમસ્યા વગર સરકાર બનાવશે.
Eknath Shinde on Mahayuti New Cabinet: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જોરદાર સફળતા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે મહાયુતિ કોઈપણ સમસ્યા વગર સરકાર બનાવશે. જોકે, મહારાષ્ટ્રમાં શરૂ થયેલા રાજકીય ડ્રામાને કારણે મહાગઠબંધનના શપથ ગ્રહણ સમારોહમાં વિલંબ થઈ રહ્યો છે. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મહાયુતિનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે યોજાશે. આ દરમિયાન, એકનાથ શિંદેની નારાજગી અને મૌનને જોતા શંકા ઉભી થઈ છે કે શું મહાયુતિનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે થશે કે કેમ ?
એબીપી માઝા અનુસાર, રાજ્યમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને કારણે મહાયુતિમાં ખાસ કરીને ભાજપમાં બેચેની વધી છે. આવી સ્થિતિમાં આ તમામ ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. એકનાથ શિંદેએ શુક્રવારે સાંજે વર્ષા બંગલામાં પસંદગીના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ પછી તેઓ સતારા જિલ્લાના દરે ગામ જવા રવાના થયા. આ સંદર્ભે શિંદે જૂથના ધારાસભ્ય સંજય શિરસાટે સાંકેતિક નિવેદન આપ્યું હતું.
#WATCH | Chhatrapati Sambhajinagar, Maharashtra: Shiv Sena leader Sanjay Shirsat says, "Whenever Eknath Shinde thinks that he needs some time to think he goes to his native village...When he (Eknath Shinde) has to make a big decision he goes to his native village. By tomorrow… pic.twitter.com/cEb5akzWrM
— ANI (@ANI) November 29, 2024
શું એકનાથ શિંદે લેશે કોઈ મોટો નિર્ણય ?
તેમણે કહ્યું, "જ્યારે પણ એકનાથ શિંદે કોઈ રાજકીય મૂંઝવણનો સામનો કરે છે, જ્યારે તેમને લાગે છે કે તેમને વિચારવા માટે સમયની જરૂર છે, ત્યારે તેઓ તેમના ગામ જાય છે. દરે ગામમાં તેમને મોબાઈલ ફોનની જરૂર નથી. ત્યાં તેઓ આરામથી નિર્ણય લે છે. જ્યારે પણ તેમને કોઈ મોટો નિર્ણય લેવાનો હોય છે તેઓ ચોક્કસપણે તેમના ગામ જતા રહે છે. હવે જ્યારે તેઓ ઘરે આવ્યા છે તો કદાચ કાલે સાંજ સુધીમાં તે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. રાજ્યમાં જે રાજકીય ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેને લઈ તેઓ કોઈ નિર્ણય લઈ શકે છે. "
આપને જણાવી દઈએ કે ગુરુવારે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહાયુતિના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ સમયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની પુષ્ટિ કરવામાં આવી હતી. આ મીટીંગમાં યોજાયેલા ફોટો સેશનમાં એકનાથ શિંદેનો ચહેરો ઉદાસ જોવા મળ્યો હતો. મહાયુતિના નેતાઓ દિલ્હીથી પરત ફર્યા બાદ ગુરુવારે મુંબઈમાં ખાતાની ફાળવણીને લઈને બેઠક યોજાવાની હતી. જોકે, ગુરુવારે યોજાનારી મહાયુતિની બેઠક રદ કરવામાં આવી હતી.
એકનાથ શિંદે પણ અચાનક વર્ષા બંગલામાંથી બેગ પેક કરીને સતારામાં પોતાના વતન દરે જવા રવાના થયા. શુક્રવારે દરે ગામ પહોંચ્યા બાદ એકનાથ શિંદે કોઈની સાથે વાત કર્યા વગર ઘરથી નીકળી ગયા હતા. એકનાથ શિંદે આજે દિવસ દરમિયાન ગામના જનની માતા મંદિર અને ઉત્તરેશ્વર મંદિરની મુલાકાત લઈ શકે છે. તો હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જાગી છે કે એકનાથ શિંદેના મનમાં ખરેખર શું ચાલી રહ્યું છે ?