ચૂંટણી પ્રચાર માટે રોડ શો અને રેલીઓ પર પ્રતિબંધ યથાવત, ચૂંટણી પંચે લીધો નિર્ણય
પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં કોરોનાના કારણે પ્રચાર પર ઘણા પ્રતિબંધો હતા. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા ચૂંટણી પંચે પ્રતિબંધો હળવા કર્યા છે.
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં કોરોનાના કારણે પ્રચાર પર ઘણા પ્રતિબંધો હતા. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા ચૂંટણી પંચે પ્રતિબંધો હળવા કર્યા છે. ચૂંટણી પંચ દ્ધારા ઇન્ડોર અને આઉટડોર રેલીઓમાં છૂટ આપવામાં આવી છે. ચૂંટણી દરમિયાન પ્રથમ તબક્કાના મતદાન પહેલા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. ચૂંટણી પંચે ઇન્ડોર રેલીમાં સ્થળના 50 ટકાની ક્ષમતા અને આઉટડોર રેલીમાં સ્થળની ક્ષમતાના 30 ટકા લોકોની મંજૂરી આપી હતી. જો કે પદયાત્રા, રોડ શો અને વાહન રેલી પર પ્રતિબંધ ચાલુ રહેશે. નેતાઓ 20 વ્યક્તિઓની મર્યાદા સાથે ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે.
નોંધનીય છે કે દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જે ગઈકાલની સરખામણીમાં 16 ટકા ઓછા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 865 લોકોના મોત પણ થયા છે જેના કારણે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 5 લાખ 01 હજાર 979 થઈ ગઈ છે.
કોવિડ-19ના કેસોમાં વધારો થતા આઠ જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, ચૂંટણી પંચે 22 જાન્યુઆરીએ પ્રતિબંધ લંબાવ્યો અને રેલીઓ પર 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ મૂક્યો હતો.
નોંધનીય છે કે ગોવા, પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી સાત તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મતગણતરી 10 માર્ચે થશે. ચૂંટણી પંચે 10 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી 7 માર્ચના રોજ સાંજે 6:30 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો છે.
Zodiac Signs:આ ત્રણ રાશિના યુવક હોય છે ખૂબ જ વફાદાર, પરફેક્ટ લાઇફ પાર્ટનર થાય છે સાબિત
U19 World Cup 2022: અંડર-19 વર્લ્ડકપમાં ભારત પાંચમી વખત બન્યું વિજેતા, આ ખેલાડીઓ રહ્યા જીતના હીરો