શોધખોળ કરો

U19 World Cup 2022: અંડર-19 વર્લ્ડકપમાં ભારત પાંચમી વખત બન્યું વિજેતા, આ ખેલાડીઓ રહ્યા જીતના હીરો

U19 World Cup 2022 Final, IND vs ENG: રાજ બાવાને બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો.

U19 World Cup 2022 Final, IND vs ENG: ટીમ ઈન્ડિયાએ 5મી વખત અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો હતો. ફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ 44.5 ઓવરમાં 189 રન બનાવી ઓલઆઉટ થયું હતું  ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ રેવે શાનદાર બેટિંગ કરી હતી. જોકે, તે સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. જેમ્સે 116 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગાની મદદથી 95 રન બનાવ્યા. જ્યારે જેમ્સ સેલ્સ 34 રન બનાવી અણનમ રહ્યો હતો. ઓપનર જ્યોર્જ થોમસે 30 બોલમાં 27 રન બનાવ્યા હતા. થોમસે આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા પણ ફટકાર્યા હતા. ભારત તરફથી રાજ બાવાએ 31 રનમાં 5 અને રવિ કુમારે 34 રનમાં 4 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 190ના લક્ષ્યાંકને ભારતે 47.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. ભારત તરફથી શેખ રાશિદે 50 રન બનાવ્યા હતા.નિશાંત સિંધુ 50 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે રાજ બાવાએ બોલિંગ બાદ બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતાં 35 રન બનાવ્યા હતા.

ભારતની જીતના હીરો

  • ભારત માટે ખતરનાક બોલિંગ કરતા રાજ બાવાએ 5 વિકેટ લીધી હતી. તેણે 9.5 ઓવરમાં 31 રન બનાવ્યા અને મેડન ઓવર પણ નાંખી હતી. બેટિંગમાં પણ તેણે દમ બતાવ્યો હતો અને 54 બોલમાં 35 રન બનાવ્યા હતા.
  • ભારત તરફથી નિશાંત સંધુએ શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગની મદદથી ભારતને જીત મળી હતી. સંધુએ 54 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા.
  • રવિ કુમારે 9 ઓવરમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. રવિએ મેડન ઓવર પણ નાંખી હતી.

ભારતની કેવી રહી સફર

અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચતા પહેલા ટીમ ઇન્ડિયાએ ઘણી મોટી ટીમોને હરાવી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાને 45 રને હરાવ્યું. જ્યારે આયર્લેન્ડ સામે 174 રનથી જીત મેળવી હતી. તેણે બાંગ્લાદેશને 5 વિકેટે અને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 96 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારતે યુગાન્ડાને 326 રનથી હરાવ્યું હતું.

 ભારત ક્યારે ક્યારે જીત્યું અંડર 19 વર્લ્ડકપ

આ પહેલા ભારતે વર્ષ 2000, 2008, 2012 અને 2018માં પ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

ABP Premium

વિડિઓઝ

Dakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસરDelhi Pollution: દિલ્હીમાં ગંભીર હવા પ્રદુષણનું એલર્ટ, પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર

Embed widget