Haryana Election Date: હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, જાણો નવી તારીખ
ચૂંટણી પંચે હરિયાણાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે રાજ્યમાં 1લી ઓક્ટોબરના બદલે 5મી ઓક્ટોબરે મતદાન થશે.
નવી દિલ્હી: ચૂંટણી પંચે હરિયાણાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે રાજ્યમાં 1લી ઓક્ટોબરના બદલે 5મી ઓક્ટોબરે મતદાન થશે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંને રાજ્યોમાં મત ગણતરીની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બંને રાજ્યોમાં મતગણતરી હવે 4 ઓક્ટોબરને બદલે 8 ઓક્ટોબરે થશે.
Election Commission of India (ECI) revises polling day for Haryana from October 1 to October 5, 2024 and accordingly counting day for J&K and Haryana Assembly elections from October 4 to October 8, 2024
— ANI (@ANI) August 31, 2024
The decision has been taken to honour both the voting rights and the… pic.twitter.com/ZzewD1B69U
આ અંગે ચૂંટણી પંચ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણામાં આગામી તહેવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં આ નિર્ણય બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેને માન આપવા માટે લેવામાં આવ્યો હતો, જેઓ તેમના ગુરુ જંબેશ્વરની યાદમાં સદીઓથી આસોજ અમાવસ્યાનો તહેવાર ઉજવે છે.
હવે જમ્મુ કાશ્મીર અને હરિયાણાના પરિણામની તારીખ પણ બદલવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર ચૂંટણીના ત્રીજા તબક્કાની મતદાન તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે 1 ઓક્ટોબરે યોજાવાની છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણા બંનેના ચૂંટણી પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, "આનાથી મોટી સંખ્યામાં લોકો તેમના મતના અધિકારથી વંચિત રહી શકે છે અને હરિયાણા વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં મતદાતાઓની ભાગીદારી ઘટી શકે છે." ચૂંટણીની તારીખ પહેલા અને પછીની રજાઓને કારણે મતદાનની ટકાવારીમાં ઘટાડો થવાની સંભાવના અંગે ભાજપે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો હતો.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હરિયાણામાં આગામી તહેવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈસીઆઈએ કહ્યું કે બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેનું સન્માન કરવા માટે ચૂંટણીની તારીખ લંબાવવામાં આવી છે. તેઓ તેમના ગુરુ જંબેશ્વરની યાદમાં સદીઓથી આસોજ અમાવસ્યાનો તહેવાર ઉજવે છે.
ભાજપ અને ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)એ પણ ચૂંટણી પંચને તારીખ બદલવાની માંગ કરી હતી. બંને પક્ષોએ ચૂંટણીની તારીખ (ઓક્ટોબર 1) આગળ વધારવા માટે લેખિતમાં પંચને વિનંતી કરી હતી. તેમના જણાવ્યા મુજબ 29 અને 30 સપ્ટેમ્બરે શનિવાર અને રવિવારની રજાઓ છે અને 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના કારણે ફરીથી રજા રહેશે. આવી સ્થિતિમાં લોકો રજાઓનો લાભ લઈને શહેરની બહાર જઈ શકે છે, જેના કારણે મતદાનની ટકાવારી ઘટી શકે છે.