શોધખોળ કરો

Rahul Gandhi Panauti Remarks: પનૌતી વાળા નિવેદન મામલે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, ECIએ ફટકારી નોટિસ

Rahul Gandhi Panauti Remarks: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુરુવારે (23 નવેમ્બર) વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની પનૌતી મોદી વાળી ટિપ્પણીને લઈને ચૂંટણી પંચ તરફથી આંચકો લાગ્યો હતો.

Rahul Gandhi Panauti Remarks: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુરુવારે (23 નવેમ્બર) વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની પનૌતી મોદી વાળી ટિપ્પણીને લઈને ચૂંટણી પંચ તરફથી આંચકો લાગ્યો હતો. કમિશને તેમને કારણ બતાવો નોટિસ મોકલી છે અને શનિવારે (25 નવેમ્બર) સાંજે 6:00 વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.

બુધવારે (22 નવેમ્બર) ભાજપે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી. પક્ષના મહાસચિવ રાધા મોહન દાસ અગ્રવાલ અને અન્ય અધિકારી ઓમ પાઠક સહિત પ્રતિનિધિમંડળમાં સામેલ અન્ય નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદનને અપમાનજનક ગણાવ્યું હતું.

વાસ્તવમાં, વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ક્રિકેટ ટીમની હાર બાદ રાહુલ ગાંધીએ પીએમ મોદી વિરુદ્ધ પનૌતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. ભારતે 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 241 રન બનાવીને છ વિકેટે મેચ જીતી લીધી હતી.

ભાજપે ફરિયાદમાં શું કહ્યું?

ભાજપે ચૂંટણી પંચમાં આપેલા આવેદનમાં કહ્યું કે, જુઠાણા ફેલાવવા માટે કાર્યરત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની ટિપ્પણીઓ, આ આરોપીઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની અને આ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરે છે કારણ કે તેમનું વર્તન નૈતિક ધોરણોનું ઉલ્લંઘન કરે છે,

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
મંગળવારે (21 નવેમ્બર) રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએમ એટલે પનૌતી મોદી. મોદી ટીવી પર આવીને હિન્દુ-મુસ્લિમ કહે છે અને ક્યારેક  ક્યારેક  ક્રિકેટ મેચ જોવા જાય છે. એ અલગ વાત છે હરાવી દીધા.આ કારણે ભાજપ આક્રમક બનીને તેમની પાસેથી સતત માફીની માંગ કરી રહ્યું છે.

ભાજપે કર્યો પલટવાર

રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીએ તેમના પર પ્રહારો કર્યા છે અને તેમને તેમના નિવેદન માટે માફી માંગવા કહ્યું છે. આ અંગે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી પીએમ મોદી માટે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે તે અભદ્ર છે. રાહુલ ગાંધીએ મોદીજીની માફી માંગવી પડશે. અન્યથા અમે તેને દેશમાં મોટો મુદ્દો બનાવીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget