![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Election Fact Check: શું તેલંગણામાં PM મોદીએ AIMIM માટે માંગ્યા મત, જાણો વાયરલ દાવાનું સત્ય
ભારતીય જનતા પાર્ટી (BJP) 400 બેઠકોનો ટાર્ગેટ પુરો કરવા માટે દક્ષિણના રાજ્યોમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે.
![Election Fact Check: શું તેલંગણામાં PM મોદીએ AIMIM માટે માંગ્યા મત, જાણો વાયરલ દાવાનું સત્ય Election Fact Check pm modi campaign for aimim asaduddin owaisi in telangana Election Fact Check: શું તેલંગણામાં PM મોદીએ AIMIM માટે માંગ્યા મત, જાણો વાયરલ દાવાનું સત્ય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/b00cdd8e6beaab55bd1997bd827788c417155882029631021_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi Support AIMIM Fact Check: લોકસભા ચૂંટણી માટે ત્રણ તબક્કાનું મતદાન થયું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 400 બેઠકોનો ટાર્ગેટ પુરો કરવા માટે દક્ષિણના રાજ્યોમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને સમર્થન આપ્યું હતું.
વડાપ્રધાન મોદીએ AIMIM માટે મત માંગ્યાનો કરાઇ રહ્યો છે દાવો
વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પીએમ મોદી કથિત રીતે કહી રહ્યા છે કે, "તેલંગણા કહી રહ્યું છે, કોંગ્રેસ નક્કો... BRS નક્કો... BJP નક્કો... AIMIM ને દરેક વોટ આપીશું. AIMIMને જીતાડીશું."આનો અર્થ એ છે કે, તેલંગણા કોંગ્રેસને ના કહી રહ્યું છે... BRS અને BJPને ના કહી રહ્યું છે... અમે ફક્ત AIMIMને જ મત આપીશું."
*Modi ne Hyderabad me AIMIM ko kiya Support*#Aimim #Asaduddinowaisi #NarendraModi #BJP #mim #voteforkite #patang #loksabhaelection #hyderabad #Telangana pic.twitter.com/vlb9IOOVMQ
— Mohammed masii (@MdMasi13) May 10, 2024
સોશિયલ મીડિયા પ્લેટફોર્સ એક્સ પર @MdMasi13 નામના યુઝરે આ 26 સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો. યુઝરે કેપ્શનમાં લખ્યું, "મોદીએ હૈદરાબાદમાં AIMIMને સમર્થન આપ્યું."
ફેસબુક પર એક અન્ય યુઝરે આ વીડિયોને પોસ્ટ કર્યો છે અહી જુઓ વીડિયો
ઓડિયો સાથે છેડછાડ કરીને ફેક વીડિયો બનાવ્યો હતો
ન્યૂઝમીટરની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોના ઓડિયોમાં છેડછાડ કરવામાં આવી છે. વાયરલ થઈ રહેલી ક્લિપનો સંપૂર્ણ વીડિયો પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. આ વીડિયો 10 મેના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, PM Modi Live. હૈદરાબાદ, તેલંગણામાં જાહેર સભા. લોકસભા ચૂંટણી 2024.
પીએમ મોદીએ વાસ્તવિક વીડિયોમા શું કહ્યું હતું?
આ આખો વીડિયો 44:35 મિનિટનો છે. આ વીડિયોમાં 12:47 મિનિટે પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ... નક્કો (મતલબ નહી), BRS... નક્કો, AIMIM... નક્કો, દરેક ભાજપને મત આપશે, માત્ર ભાજપને જ મત આપશે. ભાજપને જીત અપાવશે. વીડિયોના કોઇ પણ હિસ્સામાં પીએમ મોદી AIMIMનું સમર્થન કરી રહ્યા નથી
અહી જુઓ વડાપ્રધાન મોદીનો ઓરિજનલ વીડિયો
તપાસ દરમિયાન એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે વડાપ્રધાન મોદીએ તેલંગણામાં AIMIMને સમર્થન આપ્યું નથી પરંતુ વાસ્તવિક વીડિયોમાં ઓડિયાની સાથે છેડછાડ કરીને તેને વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Disclaimer: This story was originally published by newsmeter and republished by ABP Live Hindi as part of the Shakti Collective.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)