જયપુરના આ જગવિખ્યાત મહેલમાં લોકો વરસાદમાં સેલ્ફી લઈ રહ્યા હતાં ને ત્રાટકી વીજળી, 11નાં મોત થયાં ને......
વીજળી પડી ત્યારે અહીં લગભગ 35થી વધુ ટૂરિસ્ટો હતા, અને આ તમામ લોકો મહેલમાં વરસાદના માહોલમાં સેલ્ફી ખેંચી રહ્યાં હતા. મોડી સાંજે જ્યારે આકાશમાંથી વીજળી પડી તો વોચ ટાવર પર લોકો ત્યાં જ ઢળી પડ્યા.

જયપુરઃ દેશમાં ચોમાસુ સક્રિય થઇ ગયુ છે. ગઇકાલે દેશમાં કેટલીય જગ્યાએ આકાશીય આફતો આવી પડી. રાજસ્થાનમાં રવિવારે આકાશમાંથી આફત બનીને વીજળી ત્રાટકી અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લગભગ 20 જેટલા લોકોના જીવ લઇ લીધા. આ બધાની વચ્ચે સૌથી વધુ કરુણ દ્રશ્ય જયપુરમાં જોવા મળ્યુ. જયપુરના આમેર મહેલના વૉચ ટાવર પર વીજળીએ તાંડવ મચાવી દીધુ, અહીં વીજળી પડવાના કારણે 11 લોકો મોતને ભેટ્યા હતા. જયપુરમાં બાર લોકો ઉપરાંત કોટામાં 4, ધૌલપુરમાં 3 બાળકોના મોત થયા છે. સીએમ ગેગલોતે મરનારના પરિવારને 5-5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
આમેર મહેલના વૉચ ટાવર પર મૃતકોમાં મોટાભાગના યુવકો હતા જે કિલ્લાની પાસે એક પહાડી પર ખુસનુમા હવામાનની મજા માણવા ગયા હતા. ખાસ વાત છે કે, જ્યારે વીજળી પડી ત્યારે અહીં લગભગ 35થી વધુ ટૂરિસ્ટો હતા, અને આ તમામ લોકો આ જગવિખ્યાત મહેલમાં વરસાદના માહોલમાં સેલ્ફી ખેંચી રહ્યાં હતા. મોડી સાંજે જ્યારે આકાશમાંથી વીજળી પડી તો વોચ ટાવર પર હાજર લોકો ત્યાં જ ઢળી પડ્યા.
Amer pic.twitter.com/J1Q1BwtdI4
— Sonam (@Sonam48241643) July 11, 2021
આમેર મહેલમાં વીજળી પડવાથી ઘાયલ થયેલા લોકોની હાલત એકદમ ગંભીર છે, તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતુ, કેટલાક લોકો વીજળી પડવાના કારણે વૉચ ટાવર પરથી ગબડીને નીચે ઝાડીઓમાં પડી ગયા હતા. મુખ્યમંત્રી અશોક ગેહલેતો વીજળી પડવાથી થયેલ જાનહાની પર દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, કોટા, ધૌલપુર, ઝાલાવાડ, જયપુર અને બારામાં આજે વીજળી પડવાથી જાનહાની ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. મૃતકોના પરિજનો પ્રત્ય મારી સંવેદના છે, ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે. અધિકારીઓને નિર્દેશ આવ્યા છે કે પીડિત પરિવરોને ઝડપથી સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવે.
સ્વાસ્થ્ય મંત્રી ડો. રઘુશર્મા આમેરમાં વીજળી પડવાથી ઘાયલ થયેલ લોકોની સારવાર ચાલી રહી હતી તે સવાઈ માનસિંહ હોસ્પિટલ પહોંચ્યા હતા. મેડિકલ ઓફિસર ડો. મહેશ જોશી, ધારાસભ્ય અમીન કાગજી પણ હાજર રહ્યા હતા. તેમણે ઘાયલોની સારવાર માટે જરૂરી નિર્દેશ આપ્યા હતા.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















