શોધખોળ કરો
અરુણ જેટલીના અંતિમ સંસ્કાર વખતે 11 નેતાઓના ફોન ચોરાઇ ગયા, જાણો વિગતે
તિજારાવાલાએ ટ્વીટ કરીને ફરિયાદ કરી કે રવિવારે સાંજે તેમના અને સુપ્રિયા સહિતના 10 અન્ય નેતાઓના મોબાઇલ ફોન અંતિમ સંસ્કાર વખતે ચોરી થઇ ગયા હતા

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં નિગમ બોધઘાટ પર પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, આ દરમિયાન એક ખાસ ઘટના ઘટી, ભારતીય જનતા પાર્ટીના સાંસદ બાબુલ સુપ્રિયો સહિત 11 જેટલા નેતાઓના ફોન સ્મશાન ઘાટ પરથી ચોરાઇ ગયા હતા. આ વાતની માહિતી સોમવારે પંતજલિના પ્રવક્તા એસ કે તિજારાવાલાએ આપી હતી.
તિજારાવાલાએ ટ્વીટ કરીને ફરિયાદ કરી કે રવિવારે સાંજે તેમના અને સુપ્રિયા સહિતના 10 અન્ય નેતાઓના મોબાઇલ ફોન અંતિમ સંસ્કાર વખતે ચોરી થઇ ગયા હતા.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મામલામાં એક ફરિયાદ નોંધવામાં આવી છે, જોકે કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જણાવ્યું કે, તેમને હજુ સુધી કોઇ ફરિયાદ નથી મળી.
ઉલ્લેખનીય છે કે, બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનુ શનિવારે નિધન થયુ હતુ, રવિવારે તેમની અંતિમ વિધી અને અંતિમ સંસ્કાર નિગમ બોધઘાટ પર કરવામાં આવ્યા હતા.



વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
મનોરંજન
Advertisement
