(Source: ECI/ABP News/ABP Majha)
Fali S Nariman: સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલ ફલી એસ. નરીમનનું નિધન, 95 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
S Nariman: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી એસ નરીમનનું નિધન થયું છે.
S Nariman: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી એસ નરીમનનું નિધન થયું છે. તેઓ ઈન્દિરા સરકાર દરમિયાન દેશના એડિશનલ સોલિસિટર જનરલ (ASG) હતા. તેમને યાદ કરતાં વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે તેઓ એક લિવિંગ લિજેન્ડ હતા, જેમને કાયદા અને જાહેર જીવન સાથે જોડાયેલા લોકો હંમેશા યાદ રાખશે. તેમની સિદ્ધિઓ ઉપરાંત તેઓ તેમના સિદ્ધાંતોમાં અડગ રહ્યા હતા.
.
Eminent jurist senior advocate Fali S Nariman passes away at the age of 95, confirmed his staff
— ANI (@ANI) February 21, 2024
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી એસ. નરીમનનું બુધવારે 95 વર્ષની વયે નિધન થયું છે. તેમણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા હતા. નરીમનને વકીલ તરીકે 70 વર્ષથી વધુનો અનુભવ હતો.
નવેમ્બર 1950માં ફલી એસ. નરીમન બોમ્બે હાઈકોર્ટમાં વકીલ તરીકે રજિસ્ટર થયા હતા. તેમને 1961માં વરિષ્ઠ વકીલનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટ પછી નરીમને 1972 માં ભારતની સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. મે 1972માં તેમને ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
નરીમનને યાદ કરતાં સિંઘવીએ કહ્યું હતું કે 'તેમણે કહ્યું હતું કે માણસોની ભૂલ પર હોર્સ ટ્રેડિંગ શબ્દનો ઉપયોગ કરવો એ ઘોડાઓનું અપમાન છે, જે ખૂબ જ વફાદાર પ્રાણીઓ છે. તે ઈતિહાસના ગહન રહસ્યો શોધી કાઢતા હતા અને બોલતી વખતે પોતાની બુદ્ધિથી તેને અતુલનીય રીતે જોડતા હતા.
Fali Nariman
— Kapil Sibal (@KapilSibal) February 21, 2024
A great son of India passes away. Not just one of the greatest lawyers of our country but one of the finest human beings who stood like a colossus above all . The corridors of the court will never be the same without him.
May his soul rest in peace.
કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પણ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી અને તેમને ભારતના મહાન પુત્ર ગણાવ્યા હતા. સિબ્બલે કહ્યું, 'નરીમન આપણા દેશના મહાન વકીલોમાંના એક હતા. સાથે તેઓ એક સારા વ્યક્તિ પણ હતા. તેઓ દરેક માટે એક મહાન વ્યક્તિ તરીકે ઊભા રહેતા હતા. કોર્ટના કોરિડોર તેમના વિના ક્યારેય અગાઉ જેવા રહેશે નહી. તેમની આત્માને શાંતિ મળે.
As a raconteur &after dinner speaker, #fali was matchless. It was he who said that using phrase “horse trading” when humans defect is an insult to horses, very loyal animals. He wld dig out nuggets of history &marry them incomparably with his wit when speaking.
— Abhishek Singhvi (@DrAMSinghvi) February 21, 2024
નરીમનને જાન્યુઆરી 1991માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 2007માં તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા. વરિષ્ઠ વકીલ હોવાની સાથે તેઓ 1991 થી 2010 સુધી બાર અસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પણ હતા. નરીમન 1989 થી 2005 દરમિયાન ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ આર્બિટ્રેશનના વાઇસ ચેરમેન પણ હતા. તેઓ 1995 થી 1997 સુધી જીનીવાના ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરીસ્ટની કાર્યકારી સમિતિના અધ્યક્ષ પણ હતા.