શોધખોળ કરો

PF ખાતા ધારકો માટે ખુશીના સમાચાર, દિવાળી પહેલા PF ખાતા ધારકોના ખાતામાં EPFO જમા કરશે વ્યાજ

ઇપીએફઓ નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રોવિડન્ટ ફંડમાં વ્યાજ જમા કરે તેવી સંભાવના છે. અહેવાલો પ્રમાણે, દિવાળી પહેલા છ કરોડ ખાતાધારકોના ઇપીએફ એકાઉન્ટમાં વ્યાજની આ રકમ જમા થઈ જશે. 

નવી દિલ્હીઃ પીએફ ખાતા ધારકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રોવિડન્ટ ફંડમાં વ્યાજ જમા કરે તેવી સંભાવના છે. અહેવાલો પ્રમાણે, દિવાળી પહેલા છ કરોડ ખાતાધારકોના ઇપીએફ એકાઉન્ટમાં વ્યાજની આ રકમ જમા થઈ જશે. 

ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજદર 8.5 ટકા પર સ્થિર રાખ્યો છે. કોરોનાને લીધે સભ્યો દ્વારા વધારે પ્રમાણમાં ઉપાડ અને ઓછા પ્રદાનના લીધે આ નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે, ઇપીએફઓએ માર્ચ 2019-20માં વ્યાજદર ઘટાડીને 8.5 ટકા કર્યો હતો. અગાઉ નાણાકીય વર્ષ 2018-19માં વ્યાજદર 8.65 ટકા હતો. આ પહેલા ઇપીએફઓએ 2017-18 માટે 8.55 ટકા વ્યાજ પૂરુ પાડયું હતું. 2016-17 માટે વ્યાજદર 8.65 ટકા હતો. 

તાજેતરમાં જ કોવિડ-19ના પગલે ઇપીએફઓના સભ્યોને ભંડોળમાંથી નોન-રિફંડેબલ એડવાન્સ પેટે રકમ ઉપાડવાની છૂટ આપી છે. માર્ચ 2020માં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાસ જોગવાઈ દ્વારા ઇપીએફના સભ્યોને તેમના છેલ્લા ત્રણ મહિનાના બેઝિક પે અને મોંઘવારી ભથ્થાંની રકમ કે પ્રોવિડન્ટ ફંડની રકમના ૭૫ ટકા રકમ બેમાંથી જે ઓછું હોય તેના ઉપાડની છૂટ આપી હતી. 

બીજી લહેર દરમિયાન ઇપીએફઓએ બીજું નોન-રિફંડેબલ કોવિડ-19 એડવાન્સ ઉપાડવાની છૂટ આપી હતી. કોરોનાના રોગચાળા દરમિયાન કુટુંબના સભ્યોની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આ છૂટ અપાઈ હતી. મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ-19ના મુશ્કેલ સમયમાં ઇપીએફઓ તેના હિસ્સેદારોને મદદ કરવા તૈયાર છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2021માં જણાવ્યું હતું કે પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીના વર્ષે 2.5 લાખથી વધારે રકમના ફાળા પરનું વ્યાજ વેરાપાત્ર રહેશે. તેનો અમલ પહેલી એપ્રિલથી શરૂ થઈ ગયો છે.

India Covid-19 Update:  દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 14,313 નવા કેસ નોંધાયા છે અને 181  સંક્રમિતોના મોત થયા છે.  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,14,900 પર પહોંચી છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 6,996 અને 84 લોકોના મોત થયા છે. આમ કેરળની સ્થિતિ હજુ ચિંતાજનક છે.

છેલ્લા 11 દિવસમાં નોંધાયેલા કેસ

  • 1 ઓક્ટોબરઃ 26,727
  • 2 ઓક્ટોબરઃ 24,534
  • 3 ઓક્ટોબરઃ 22,842
  • 4 ઓક્ટોબરઃ 20,799
  • 5 ઓક્ટોબરઃ 18,346
  • 6 ઓક્ટોબરઃ 18,383
  • 7 ઓક્ટોબરઃ 22,431
  • 8 ઓક્ટોબર: 21,527
  • 9 ઓક્ટોબરઃ 19,740
  • 10 ઓક્ટોબરઃ 18,106
  • 11 ઓક્ટોબરઃ 18,132

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

  • કુલ કેસઃ 3 કરોડ 39 લાખ 85 હજાર 920
  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 33 લાખ 20 હજાર 057
  • કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 14 હજાર 900
  • કુલ મોતઃ 4 લાખ 50 હજાર 963

દેશમાં કેટલા લોકોને અપાઈ રસી

દેશમાં અત્યાર સુધીમાં 95,89,78,049 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 65,86,092 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.   જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.  

કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા

આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 58,50,38,043 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 11,81,766 સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું.

કોરોના સંક્રમણને દિવાળી થી ક્રિસમસ સુધીનો સમય મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા

કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે    દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર 6થી7 સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર 6થી 8 સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા 6થી8 સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર નવરાત્રિ, દશેરા, દિવાળી ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Patel: સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથીRajkot Hospital Video Scandal : મહિલાઓની સારવારના CCTV અપલોડ થવા મુદ્દે મોટો પર્દાફાશMangrol Gang Rape Case Verdict: સુરતના ચકચારી માંગરોળ ગેંગરેપ કેસમાં બે આરોપીને આજીવન કેદHospital Video Scandal: નરાધમોના સૌથી મોટા પાપનો એબીપી અસ્મિતા પર પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
મેડિકલ જગતનું કાળું લાંછન: રાજકોટની હોસ્પિટલમાં લેબર રૂમના CCTV વાયરલ થતા હાહાકાર
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
સાવધાન પેન્શનધારકો! NPS-અટલ યોજનાના નામે લૂંટ, તમારી આખી જમા પૂંજી ખતરામાં
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
ટ્રમ્પની ટેરિફ ધમકી પોકળ! અમેરિકા ખુદ ભારતનો દેવાદાર, આંકડા ચોંકાવનારા
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.