Coal Scam: રાહુલ ગાંધી બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ જેલની સજા, જાણો શું છે કેસ
Vijay Darda Case: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે (26 જુલાઈ) છત્તીસગઢમાં કોલસાના બ્લોકની ફાળવણીમાં ગેરરીતિઓ સંબંધિત સીબીઆઈ કેસમાં પૂર્વ રાજ્યસભા સાંસદ વિજય દર્ડાને 4 વર્ષની જેલની સજા સંભળાવી છે.
Vijay Darda Case: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે (26 જુલાઈ) છત્તીસગઢમાં કોલસાના બ્લોકની ફાળવણીમાં ગેરરીતિઓ સંબંધિત સીબીઆઈ કેસમાં પૂર્વ રાજ્યસભા સાંસદ વિજય દર્ડાને 4 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ જ કેસમાં તેમના પુત્ર દેવેન્દ્ર દર્ડા અને મેસર્સ જેએલડી યવતમાલ એનર્જી પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર મનોજ કુમાર જયસ્વાલને પણ 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આ જ કેસમાં ભૂતપૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તા, બે વરિષ્ઠ સરકારી કર્મચારીઓ કેએસ ક્રોફા અને કેસી સામરિયાને ત્રણ વર્ષની સજા પણ કરી હતી.
કોર્ટે વિજય દર્ડા અને અન્ય દોષિતોને દંડ પણ ફટકાર્યો
રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ વિજય દર્ડા અને તેમના પુત્ર દેવેન્દ્ર દર્ડા પર 15 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. મનોજ કુમાર જયસ્વાલ પર પણ 15 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. પૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તાને ત્રણ વર્ષની સજા ઉપરાંત 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સીબીઆઈએ આ કેસમાં દોષિતોને મહત્તમ સજાની માંગ કરી હતી.
Delhi's Special Court sentences 4 years imprisonment to former Rajya Sabha MP Vijay Darda. His son Devender Darda, M/S JLD Yavatmal Energy Pvt Ltd's Director Manoj Kumar Jayaswal also sentenced to four years imprisonment in a case relating to irregularities in the allocation of a… pic.twitter.com/An6uzLPVow
— ANI (@ANI) July 26, 2023
આ કલમોમાં કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા
આ અગાઉ 13 જુલાઈના રોજ કોર્ટે આ કેસમાં પૂર્વ કોલસા સચિવ સહિત વિજય દર્ડા અને અન્ય પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે આરોપીઓને ભારતીય દંડ સંહિતા (IPC) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 120B (ગુનાહિત કાવતરું) અને 420 (છેતરપિંડી અને અપ્રમાણિક રીતે મિલકતની ડિલિવરી માટે પ્રેરિત કરવું) હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
પૂર્વ પીએમને લખેલા પત્રમાં તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા
સીબીઆઈએ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો પરંતુ 2014માં કોર્ટે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તપાસ એજન્સી દ્વારા નવેસરથી તપાસ હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે દર્ડાએ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ (જેમની પાસે કોલસાનો પોર્ટફોલિયો હતો)ને લખેલા તેમના પત્રોમાં તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા હતા. તેમણે JLD યવતમાલ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ માટે છત્તીસગઢના ફતેહપુર (પૂર્વ) કોલ બ્લોકને સુરક્ષિત કરવા માટે આ કર્યું. 35મી સ્ક્રિનિંગ કમિટીએ જેએલડી યવતમાલ એનર્જીને કોલ બ્લોકની ફાળવણી કરી હતી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial