શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકાર પર મનમોહન સિંહનો પ્રહાર, કહ્યું- નોટબંધી અને GSTએ અર્થવ્યવસ્થાને મંદીમાં ધકેલી
ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને મનમોહન સિંહે કહ્યું, ભારતીય અર્થવ્યવસ્થા હાલ મંદીનો સામનો કરી રહ્યું છે. ગત ત્રિમાસિકમાં ભારતનો વિકાસ દર 5 ટકા હતા. જે દેખાડે છે કે ભારત મંદીની જાળમાં ફસાઈ ચુક્યું છે.
નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે દેશની બગડતી અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અર્તવ્યવસ્થાની આજની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. જીડીપી 5 ટકા પર પહોંચવો આ વાતનો સંકેત છે. આપણે લાંબી મંદીની જાળમાં ફસાઈ ચુક્યા છીએ. ભારતની અર્થવ્યવસ્થામાં ઝડપથી આગળ વધવાની ક્ષમતા છે પરંતુ મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને મંદીમાં ધકેલી દીધી છે. આપણી અર્થવ્યવસ્થા નોટબંધી અને જીએસટીને જલદી લાગુ કરવાની ભુલોથી રીકવર નથી થઈ શકી.
ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને મનમોહન સિંહે કહ્યું, ભારતીય અર્થવ્યવસ્થા હાલ મંદીનો સામનો કરી રહ્યું છે. ગત ત્રિમાસિકમાં ભારતનો વિકાસ દર 5 ટકા હતા. જે દેખાડે છે કે ભારત મંદીની જાળમાં ફસાઈ ચુક્યું છે. ઘરેલુ માંગમાં નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી છે અને વપરાશ વૃદ્ધિ 18 મહિનાના સૌથી નીચલા સ્તર પર છે. નોમિનલ જીડીપી 15 વર્ષના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. રોકાણકારોમાં ભારે ઉદાસીનતા છે. રાજનીતિને બાજુએ મુકીને અર્થવ્યવસ્થાને આ સંકટમાંથી બહાર કાઢવા તમામ સમાજદારો સુધી અવાજ પહોંચાડો તેવી સરકારને હું વિનંતી કરું છું.
નોકરીની તકો પેદા કરવા પર પણ મનમોહન સિંહે મોદી સરકારને ઘેરી. તેમણે કહ્યું ઓટોમોબાઇલ સેક્ટરમાં 3.5 લાખ નોકરીઓ ગઈ છે. આ રીતે અસંગઠિત ક્ષેત્રમાં પણ મોટા પાયે નોકરીઓ ગઈ છે. ગ્રામીણ ભારતની સ્થિતિ વધુ દયનીય છે. ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા અને ગ્રામીણ આવક ઘટી છે.Former Prime Minister Manmohan Singh: It is particularly distressing that the manufacturing sector's growth is tottering at 0.6%. This makes it very clear that our economy has not yet recovered from the man-made blunders of demonetisation and a hastily implemented GST. https://t.co/h7Ycbwa20M
— ANI (@ANI) September 1, 2019
આ હોટ અભિનેત્રીને ટોચના ડિરેક્ટરે કહ્યું, મારી ફિલ્મોમાં લઈશ પણ મારી સાથે સેક્સ માણવું પડશે..... ભાવનગરઃ 20 વર્ષનો યુવક 42 વર્ષની મહિલાને નિર્જન જગાએ લઈ ગયો ને શારીરિક સંબંધો માણ્યા..... બુમરાહની હેટ્રિકમાં કોહલીએ ભજવ્યો કી રોલ, જાણો કેવી રીતેOur economy has not recovered from the man made blunders of demonetisation & a hastily implemented GST... I urge the govt to put aside vendetta politics & reach out to all sane voices to steer our economy out of this crisis: Former PM Dr Manmohan Singh #DrSinghOnEconomicCrisis pic.twitter.com/83cBJWHay9
— Congress (@INCIndia) September 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion