શોધખોળ કરો
Advertisement
ભારત-બ્રિટન વચ્ચે ફ્લાઈટ 31 ડિસેમ્બર બાદ પણ રહેશે રદ્દ, દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનની પુષ્ટિ બાદ ઉડ્ડયન મંત્રીએ આપ્યા સંકેત
બ્રિટનથી ભારત પરત આવેલા છ લોકોમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. તેની વચ્ચે ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે મને લાગે છે કે ભારત-બ્રિટન વચ્ચે હવે 31 ડિસેમ્બર બાદ પણ ફ્લાઈટ સેવા સ્થગિત રહી શકે છે.
બ્રિટનથી ભારત પરત આવેલા છ લોકોમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. તેની વચ્ચે ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે મને લાગે છે કે ભારત-બ્રિટન વચ્ચે હવે 31 ડિસેમ્બર બાદ પણ ફ્લાઈટ સેવા સ્થગિત રહી શકે છે.
ઉડ્ડયન મંત્રાલયે કોરોના વાયરસનો નવો પ્રકાર સામે આવ્યા બાદ 23થી 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવતી-જતી તમામ ફ્લાઈટ સેવા સ્થગિત કરવામાં આવી હતી. હવે 31 ડિસેમ્બર બાદ પણ ફ્લાઈટ સેવા સ્થગિત રહી શકે છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં જોવા મળેલો કોરોના વાયરસનો નવો પ્રકાર ઝડપથી ફેલાય છે.
ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 6 કેસ મળ્યા છે. મંગળવારે ભારત સરકારે આ વાતની જાણકારી આપી છે. યુકેથી પરત ફરેલા 6 લોકોમાં નવો સ્ટ્રેન મળ્યો છે. જેમાંથી ત્રણ બેંગલુરુમાં, બે હૈદરાબાદમાં અને એક પુણેની લેબના સેમ્પલમાં નવો સ્ટ્રેન મળ્યો છે. તમામ લોકોને અલગ રૂમમાં રાખવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ભારતના વિવિધ એરપોર્ટ પર યુકેથી આવેલા કુલ 33 હજાર મુસાફરોના આર-ટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યામાં છે. જેમાંથી 114 લોકોના કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement