શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલન દબાવવા દિલ્હી બોર્ડર પર જામર લગાવ્યા ?
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, આ દાવો બોગસ છે. કેન્દ્ર સરકાર દ્વારા આવું કોઈ પગલું ભરવામાં આવ્યું નથી.
નવી દિલ્હીઃ દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 18મો દિવસ છે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે અમે આંદોલન વધારે ઉગ્ર બનાવવાનો ફેંસલો કર્યો છે. યૂનિયનના નેતા 14 ડિસેમ્બરે ભૂખ હડતાળ પર બેસશે. આજે રાજસ્થાન બોર્ડરથી હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કાઢશે અને દિલ્હી જયપુર હાઇવે બંધ કરશે.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર ખેડૂત આંદોલનને દબાવવા જામર લગાવ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેકે આ દાવો બોગસ હોવાનું જણાવ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, આ દાવો બોગસ છે. કેન્દ્ર સરકાર દ્વારા આવું કોઈ પગલું ભરવામાં આવ્યું નથી.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી ? હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
Advertisement