Manmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ
પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી મોતીલાલ નેહરુ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. તેમના પહેલા ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. 0બં0ને0 0ટોચના નેતાઓએ પૂર્વ પીએમના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગઇકાલે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડૉ.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. આ પહેલા તેઓ ભારતના નાણા મંત્રી અને નાણા સચિવ પણ રહી ચુક્યા છે. નરસિમ્હા રાવની સરકાર દરમિયાન અર્થવ્યવસ્થાના ઉદારીકરણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.