(Source: ECI/ABP News/ABP Majha)
Fact Check: અમિત શાહે SC, ST અને OBC અનામત ખત્મ કરવાની નથી કરી કોઇ જાહેરાત
Fact Check: ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
ફેક્ટ ચેક
નિર્ણય
અસત્ય
વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે અને મૂળ વીડિયોમાં ગૃહમંત્રી અમિત શાહે તેલંગણામાં મુસ્લિમો માટે અનામત ખતમ કરવાની વાત કરી હતી.
દાવો શું છે?
ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા સંભળાય છે કે, જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો અમે SC, ST અને OBCની ગેરબંધારણીય અનામત ખતમ કરીશું. આ વીડિયો મારફતે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ભારતીય જનતા પાર્ટી (BJP) અને અમિત શાહની ટીકા કરી રહ્યા છે અને તેમના પર SC, ST, OBC અનામત વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
એક્સ (પૂર્વમાં ટ્વિટર) પર એક યુઝરે આ વીડિયો શેર કરી કેપ્ટનમાં લખ્યું હતું કે ભાજપની સરકાર બનશે તો ઓબીસી, એસસી, એસટીનું અનામત ખત્મ કરીશુઃ અમિત શાહ. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ઓબીસી, એસસી, એસટી વર્ગ આ વાતનો જવાબ કેવી રીતે આપશે. #જાગો_દલિત _પછાત. આવા દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
જો કે, આ વિડિયો એડિટ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં અમિત શાહે 2023માં તેલંગણામાં એક જનસભાને સંબોધિત કરતી વખતે મુસ્લિમો માટે અનામત ખતમ કરવાની વાત કરી હતી.
અમે સત્ય કેવી રીતે શોધી કાઢ્યું?
અમને જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં V6 ચેનલનો લોગો છે, જે સૂચવે છે કે વીડિયો તેલુગુ ન્યૂઝ આઉટલેટ V6 ન્યૂઝ પરથી લેવામાં આવ્યો છે. જ્યારે અમે V6 ન્યૂઝની YouTube ચેનલ પર આ વિડિયો સર્ચ કર્યો ત્યારે અમને અમિત શાહના 23 એપ્રિલ 2023ના ભાષણનો વીડિયો (આર્કાઇવ) મળ્યો. વીડિયોનું શીર્ષક છે, "કેન્દ્રીય મંત્રી અમિત શાહે મુસ્લિમ અનામત પર ટિપ્પણી કરી..."
વીડિયોમાં 2:38 મિનિટે અમિત શાહને એમ કહેતા સાંભળી શકાય છે કે, "જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો અમે ગેરબંધારણીય મુસ્લિમ અનામતને ખતમ કરીશું. આ અધિકાર (અનામત) તેલંગણાના SC, ST અને OBCને આપવામાં આવશે. " આ અધિકાર તેમને મળશે અને મુસ્લિમ અનામત અમે ખત્મ કરી દઇશું
જેના પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મૂળ વીડિયોમાં અમિત શાહે મુસ્લિમ અનામત ખતમ કરવાની વાત કરી હતી. વાયરલ વીડિયોમાં તેમના શબ્દો "SC, ST અને OBC" ને એડિટ કરીને "મુસ્લિમ" સાથે બદલવામાં આવ્યા છે.
અમને અમિત શાહની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર જાહેર સભાનો સંપૂર્ણ વિડિયો (આર્કાઇવ) પણ મળ્યો. આ રેલીનું આયોજન 23 એપ્રિલ, 2023 ના રોજ તેલંગણાના ચેવેલામાં કરવામાં આવ્યું હતું. વીડિયોમાં 14:58 મિનિટના માર્ક પર વાયરલ વીડિયોનો એક ભાગ સાંભળી અને જોઈ શકાય છે.
નોંધનીય છે કે હાલમાં જ 25 એપ્રિલ 2024ના રોજ તેલંગણાના સિદ્દીપેટમાં એક રેલીને સંબોધિત કરતા અમિત શાહે જો સરકાર બનશે તો તેલંગણામાં મુસ્લિમો માટે અનામત ખતમ કરવાની જાહેરાત કરી હતી. અહીં 7 મિનિટના સમયગાળામાં વીડિયો જોઈ શકાય છે.
અમને જાણવા મળ્યું છે કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અનામત સાથે સંબંધિત ગૃહ પ્રધાન અમિત શાહના એડિટેડ વિડિયો સોશિયલ મીડિયા પર ફેલાવવાના મામલામાં એફઆઈઆર પણ નોંધી છે. ગૃહ મંત્રાલયે વાયરલ વિડિયો ફેલાવવા અંગે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
Delhi Police special cell lodged an FIR in connection with the circulation of a doctored video of Union Home Minister Amit Shah's speech regarding reservation issues on different social media platforms: Delhi Police
— ANI (@ANI) April 28, 2024
Ministry of Home Affairs had written in the complaint that it…
તેલંગણામાં મુસ્લિમ અનામત
તેલંગણામાં મુસ્લિમોને અન્ય પછાત વર્ગની શ્રેણી હેઠળ શિક્ષણ અને નોકરીમાં ચાર ટકા અનામતનો લાભ મળે છે. જો કે, આ ક્વોટા ઓબીસીના હાલના ક્વોટાને કાપીને લાગુ કરવામાં આવ્યો નથી, પરંતુ ઓબીસીની એક અલગ શ્રેણી બનાવીને જેને BC-E કહેવામાં આવે છે. આ અનામતને ઘણી વખત કોર્ટમાં પડકારવામાં આવી છે. હાલમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
નિર્ણય
અમારી અત્યાર સુધીની તપાસ એ સ્પષ્ટ કરે છે કે અમિત શાહે પોતાના ભાષણમાં SC, ST અને OBC અનામત ખતમ કરવાની વાત કરી ન હતી, પરંતુ તેલંગણામાં મુસ્લિમોને આપવામાં આવેલ અનામતને ખતમ કરવાની વાત કરી હતી. તેથી અમે વાયરલ દાવાને ખોટો માનીએ છીએ.
Disclaimer: This story was originally published by logicallyfacts.com and republished by ABP Live Hindi as part of the Shakti Collective.