(Source: ECI/ABP News/ABP Majha)
Child's Vaccination: કોરોનાની વેક્સિન લેતાં જ 8 બાળકોનાં થયાં મોત ? બાળકો માટે રસી છે જોખમી ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
Fact Check: દેશમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. હાલ દેશમાં 15 થી 18 વર્ષના તરૂણોનું પણ રસીકરણ શરૂ થઈ ગયું છે.
Fact Check: દેશમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. સરકાર માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા વારંવાર હાથ ધોવાનું કહી રહી છે. કોરોના સામે લડવા હાલ દેશમાં 15 થી 18 વર્ષના તરૂણોનું પણ રસીકરણ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન તરૂણોના રસીકરણને લઈ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે.
શું છે વાયરલ વીડિયોમાં
વાયરલ વીડિયોમાં કોરોનાની વેક્સિન લેતાં જ 8 બાળકોનાં મોત થયા હોવાનું કહેવામાં આવ્યું છે. ઉપરાંત બાળકો માટે રસી જોખમી હોવાનું પણ કહેવામાં આવ્યું છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, દેશમાં બધી જ રસી સલમાત છે. બાળકોને એકસ્પર્ટની ભલામણના આધારે રસી આપવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
Several #fake claims are being made in a video related to the efficacy of #Covid19 vaccines in children.
— PIB Fact Check (@PIBFactCheck) January 18, 2022
#PIBFactCheck ️
▶️All vaccines administered in the country are safe ️
▶️Vaccines administered in children have been recommended by experts pic.twitter.com/w1GzL6Gf1a
આ ચાર મંત્ર યાદ રાખશોતો કદી નહીં બનો ઈન્ટરનેટ છેતરપિંડીનો ભોગ, જાણો મહત્વની ટીપ્સ