આ ચાર મંત્ર યાદ રાખશોતો કદી નહીં બનો ઈન્ટરનેટ છેતરપિંડીનો ભોગ, જાણો મહત્વની ટીપ્સ
હાલ ઈન્ટરનેટનો ઉપયોગ ખૂબ વધ્યો છે, તેની સામે ઘણા લોકો છેતરપિંડીનો ભોગ પણ બની રહ્યા છે. છેતરપિંડી સૌથી ખતરનાક પ્રકાર ફિશીંગ છે.

નવી દિલ્હીઃ હાલ ઈન્ટરનેટનો ઉપયોગ ખૂબ વધ્યો છે, તેની સામે ઘણા લોકો છેતરપિંડીનો ભોગ પણ બની રહ્યા છે. છેતરપિંડી સૌથી ખતરનાક પ્રકાર ફિશીંગ છે. આ અંગે પીઆઈબી ફેક્ટ ચેકે ઈમેલ સ્કેમથી બચવાની ચાર ટિપ્સ આપી છે.
આ ટિપ્સ ફોલો કરશો તો નહીં ફસાવ જાળમાં
- કોઈપણ ઈમેલ કે એસએમએસ પર ક્લિક કરતાં પહેલા વેબ લિંક વેરિફાઇ કરો
- તમારી પર્સનલ, ફાયનાન્સિયલ ડિટેલ ઈન્ટરનેટ પર શેર ન કરો
- કોઈપણ એટેચમેંટ ડાઉનલોડ કરતી વખતે સતર્ક રહો
- અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા ઇમેલ કે મેસેજ ક્યારેય ઓપન ન કરો
#PIBFacTree
— PIB Fact Check (@PIBFactCheck) January 22, 2022
Don't fall prey to online #scams! Be an aware and informed citizen.
Follow these steps to prevent phishing/email scams pic.twitter.com/Y1KVxCIS9x
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
Elections 2022: સમાજવાદી પાર્ટીને મળ્યો દેશના સૌથી ઊંચા વ્યક્તિનો સાથ, જાણો તેના વિશે
Cryptocurrency માં છેલ્લા એક અઠવાડિયાથી કેમ બોલી રહ્યો છે કડાકો ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
