સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
ઉત્તરપ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન ભગવાન વિષ્ણુની 1500 એડીની મૂર્તિ, એક શિવલિંગ અને એક સુદર્શન ચક્ર મળી આવ્યું હતું
CLAIM
ચાર ફોટોગ્રાફ્સનો કૉલાજ ઉત્તરપ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન મળી આવેલી ભગવાન વિષ્ણુની 1500 એડી મૂર્તિ, એક શિવલિંગ અને સુદર્શન ચક્રના ફોટોગ્રાફ્સ હોવાનો દાવો કરવામાં આવે છે.
FACT CHECK
બૂમમાં જાણવા મળ્યું કે, વાયરલ કૉલાજમાંની ત્રણ તસવીરો ફેબ્રુઆરી 2024માં કર્ણાટકમાં પુલના નિર્માણ દરમિયાન કૃષ્ણા નદીમાંથી મળી આવેલી મૂર્તિઓની છે. કૉલાજમાં સમાવિષ્ટ સુદર્શન ચક્રની ચોથી તસવીર ઓનલાઈન શૉપિંગ વેબસાઈટ પર વેચાઈ રહેલી પ્રૉડક્ટની છે.
હિન્દુ ધર્મ સાથે જોડાયેલી ચાર મૂર્તિઓની તસવીરોનો કૉલાજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ તસવીરો વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ઉત્તરપ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન મળી આવેલી ભગવાન વિષ્ણુની 1500 ઈસવીની મૂર્તિ, એક શિવલિંગ અને સુદર્શન ચક્રના ફોટોગ્રાફ્સ છે.
બૂમની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ તસવીરો અંગે કરવામાં આવી રહેલા દાવા ખોટા છે. વાયરલ કૉલાજમાં ત્રણ તસવીરો કર્ણાટકમાં પુલના નિર્માણ દરમિયાન કૃષ્ણા નદીમાંથી મળી આવેલી હિંદુ મૂર્તિઓની છે. આ સિવાય કૉલાજમાં સમાવિષ્ટ સુદર્શન ચક્રની તસવીર ઓનલાઈન શૉપિંગ વેબસાઈટ ઈન્ડિયામાર્ટ પર વેચાઈ રહેલી એક વસ્તુની છે.
નોંધનીય છે કે, 24 નવેમ્બર 2024ના રોજ ઉત્તરપ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં કૉર્ટના આદેશ પર ચાલી રહેલા સર્વેના બીજા તબક્કા દરમિયાન મસ્જિદની બહાર હિંસા ફાટી નીકળી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ પછી, 16 ડિસેમ્બરના રોજ સંભલના એક શિવ મંદિર પાસે સ્થિત એક કૂવાના ખોદકામ દરમિયાન ત્રણ મૂર્તિઓ મળી આવી હતી.
ફેસબુક પર એક યૂઝરે તેલુગુ કેપ્શન સાથે આ ચાર તસવીરોનો કૉલાજ શેર કર્યો છે. કેપ્શનનો હિન્દી અનુવાદ છે, 'ભગવાન વિષ્ણુની 1500 વર્ષ જૂની મૂર્તિ, સુદર્શન ચક્ર અને સંભલ મસ્જિદ સર્વેક્ષણ દરમિયાન મળી આવેલા હિંદુ પ્રતીકો. દરેક હિન્દુએ તેના ધર્મના લોકો સાથે આ વાત શેર કરવી જોઈએ.
વાયરલ તસવીરો સંભલની નથી
દાવાને ચકાસવા માટે BOOM એ વાયરલ પિક્ચર્સને ગૂગલ રિવર્સ ઈમેજીસ સાથે સર્ચ કર્યું અને કેટલાક મીડિયા રિપોર્ટ્સ મળ્યા. જેમાં ત્રણ વાયરલ કૉલાજ તસવીરોનો સમાવેશ થાય છે. મીડિયા રિપૉર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ મૂર્તિઓ કર્ણાટકના રાયચુરમાં એક નદીના કિનારેથી મળી આવી હતી.
ત્રણ તસવીરો કર્ણાટકમાં મળેલી મૂર્તિઓની
7 ફેબ્રુઆરી, 2024 ના ઈન્ડિયા ટૂડેના અહેવાલ અનુસાર, રાયચુરના દેવસુગુર ગામમાં પુલના નિર્માણ કાર્ય દરમિયાન કૃષ્ણા નદીમાંથી એક શિવલિંગ અને ભગવાન વિષ્ણુની એક પ્રાચીન મૂર્તિ મળી આવી હતી. રિપૉર્ટમાં તેમનો ફોટો પણ સામેલ છે. વાયરલ પૉસ્ટમાં ત્રણ તસવીરો આ મૂર્તિ અને શિવલિંગની છે.
સુદર્શન ચક્રવાળી તસવીરો શૉપિંગ વેબસાઇટની છે
વાયરલ પૉસ્ટમાં સામેલ સુદર્શન ચક્રની ચોથી તસવીર ઈન્ડિયામાર્ટ, એક ઓનલાઈન શૉપિંગ વેબસાઈટ પર જોઈ શકાય છે. વેબસાઈટ પર વેચાણ માટે પ્રદર્શિત આ સુદર્શન ચક્ર વિશેના વર્ણનમાં કહેવામાં આવ્યું છે કે તે 'બ્રાસ સુદર્શન ચક્ર' છે. આ પ્રૉડક્ટના વિક્રેતા કૉલચરમ આર્ટ્સ ક્રિએશન છે, જે તેલંગાણાના નાગોલમાં સ્થિત છે.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક બૂમ એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)